________________
પ્રાણીમાત્રને દુ:ખ ન પહોંચાડવાની ભાવનાવાળા સાધક આત્માઓ પોતાના પરમતારક ગુરુદેવાદિની સાથે જે રીતે વર્તે છે, તે જોતાં માનવું પડે કે અનુકંપાનો એ પરિણામ વાસ્તવિક નથી.
આ રીતે અનુકંપાના પરિણામથી સાધયોગીને નિર્વેદની પ્રાપ્તિ થાય છે. ભવ-સંસારની નિર્ગુણતાનું પરિક્ષાન થવાથી ભવ પ્રત્યે જે વિરક્તતા-વિરાગ છે, તેને નિર્વેદ કહેવાય છે. સંસારમાં કોઈ પણ પ્રવૃત્તિથી બીજાને દુ:ખ પહોંચાડ્યા વિના ગમે તેવા પુણ્યવંતને પણ તે તે ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી-એ જાણ્યા પછી જીવને સંસારની નિર્ગુણતાની પ્રતીતિ થવા માંડે છે. સંસારમાં ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ ન થવાથી, અનિષ્ટવસ્તુની પ્રાપ્તિ થવાથી, માનેલા સુખની પ્રાપ્તિ ન થવાથી અથવા તો અકલ્પિત દુ:ખની પ્રાપ્તિ થવાથી ઘણીવાર ભવ પ્રત્યે વિરાગ થતો હોય છે. પરંતુ એ ‘નિર્વેદ’ નથી. ભવની વાસ્તવિક નિર્ગુણતાની પ્રતીતિ થયા વિનાનો એ પરિણામ ક્ષણસ્થાયી નિર્વેદાભાસ છે. પુણ્યના યોગે ગમે તેવા સુખમય દેખાતા ભવની પ્રત્યે તેની નિર્ગુણતાનું પરિજ્ઞાન થવાથી જે વિરાગ જન્મે છે-તે નિર્વેદ છે. યોગીઓના પરિચયથી ભવની નિર્ગુણતાનું પરિજ્ઞાન શક્ય છે. દુ:ખમય સંસાર તો સૌને નિર્ગુણ ભાસે છે. સુખમય તરીકે દેખાતો સંસાર જે દિવસે નિર્ગુણ લાગશે તે દિવસે વાસ્તવિક રીતે સંસારની નિર્ગુણતા જણાશે. યોગીજનોનો પરિચય આત્માના સાચા ગુણોનો પરિચય કરાવી સંસારની નિર્ગુણતાનો પરિચય કરાવે છે. અનંતજ્ઞાનીઓના વચનનું વારંવાર શ્રવણ અને પરિશીલન નિર્વેદનું એક મુખ્ય સાધન છે.
Jain Education International
૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org