________________
છે. શાસનપ્રભાવનાનાં એ અનુષ્ઠાનોનો પ્રચાર કરવા આજે ૫. આચાર્યભગવંતાદિના માર્ગદર્શન નીચે જૈનમાસિકો, પાક્ષિક અને સાપ્તાહિક ચાલી રહ્યાં છે. શાસનપ્રભાવનાનાં એ પ્રણિધાનશૂન્ય અનુષ્ઠાનોમાં ક્યાંય પણ શાસનનાં દર્શન થતાં નથી, ત્યાં શાસનનું શ્રવણ પણ નથી અને મનન પણ નથી. આવાં માસિકો કે સાપ્તાહિકોના વાંચનથી કે તેને સહકારપ્રદાનથી, નથી દિવ્યદર્શન થવાનું નથી શાસનની પ્રાપ્તિ થવાની કે નથી કલ્યાણ થવાનું. વિચિત્રતા તો એ છે કે આવી વિષમ અવસ્થાનું ભાન કરાવવાનું પણ આજે લગભગ અશક્ય બન્યું છે. તથાભવ્યત્વના પરિપાક વિના શુદ્ધધર્મને સમજવાનું પણ મન થતું નથી એમ અનંતજ્ઞાનીઓ ફરમાવે છે. જીવની મોક્ષે જવાની સ્વાભાવિક યોગ્યતાને ભવ્યત્વ કહેવાય છે અને એ યોગ્યતાસમ્પન્ન ભવ્યજીવોમાં કાલાદિના પરિપાથી મોક્ષાભિમુખતા માટેની યોગ્યતા જ્યારે વિકસિત બને છે; ત્યારે તેને તથાભવ્યત્વનો પરિપાક કહેવાય છે. વૃક્ષ ઉપર પાકવાવાળી કેરીઓને જેમ ઘાસમાં રાખીને પકાવી શકાય છે, તેમ તથાભવ્યત્વનો પરિપાક પણ પ્રયત્નથી સાધ્ય છે. તથાભવ્યત્વના પરિપાકના સાધન તરીકે શ્રીમદ્દ અરિહન્તાદિ ચારનું શરણ સ્વીકારવું, સુકૃતની અનુમોદના કરવી અને દુષ્કતની નિંદા-ગઈ કરવી... વગેરે છે. પરંતુ એ સાધનોનું વિધિપૂર્વક આસેવન કરવાનું પ્રણિધાન વિના કોઈ પણ રીતે શક્ય નથી. આજે આપણી ધર્મક્રિયાઓને પ્રણિધાનયુક્ત બનાવવાની જરૂર છે - એવું તમને નથી લાગતું?
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org