________________
પદાર્થોના જ્ઞાન વિના થાય નહિ. આત્મા સાથે ક્ષીર-નીરની જેમ અથવા લોહ-અગ્નિની જેમ એકમેક થયેલાં કામણવર્ગણાનાં પુદ્ગલોને કર્મ કહેવાય છે. આ કર્મના યોગે જીવ રાગ-દ્વેષ કરે છે. તેલવાળા પડાને જેમ ધૂળ ચોંટી જાય છે, તેમ રાગદ્વેષની ચિકાસના કારણે કર્મ ચોટે છે. લોહચુંબક જેમ લોહને ખેંચી લાવે, તેમ રાગદ્વેષની પરિણતિ કર્મને ખેંચી લાવે છે. આ કર્મોના આવરણના કારણે આત્માનું શુદ્ધ સ્વરૂપ ઢંકાઈ જાય છે. પરંતુ કર્મલઘુતાદિના કારણે જીવને યોગમાર્ગની પ્રાપ્તિ વગેરે થવાના કારણે આ આવરણ પતલું પડે છે – તે જ ક્ષયોપશમભાવ છે. માત્ર પરમતારક શ્રી જિનશાસનના આ મૌલિક પદાર્થોથી આજે મોટો ભાગ તદ્દન અપરિચિત છે. એનો સુવિશદ પરિચય કરાવવાનું આ ગ્રંથમાં શક્ય નથી. ખૂબી (!) તો એ છે કે - આવા પદાર્થોનો પરિચય કરી લેવાનું મન પણ આજે ઘણાને નથી. વ્યાખ્યાનમાં એ પરિચય કરાવવાથી ઘણા શ્રોતાઓને વ્યાખ્યાન નીરસ જણાય છે. આપણા આત્માના સ્વભાવ-વિભાવને; એ બધા પદાર્થોના જ્ઞાન વિના જાણી શકાશે જ નહીં. શરીરના દરેક અવયવપ્રત્યવયવનું જ્ઞાન જેટલું જરૂરી જણાય છે, એટલે આત્માના સ્વભાવવિભાવનું જ્ઞાન જરૂરી જણાતું નથી - એનું કારણ માત્ર એક શરીરનો પ્રેમ છે. આત્માના અસ્તિત્વને પણ ભૂલાવી દેનારો આ શરીરનો પ્રેમ આપણને ક્યાં લઈ જશે-એનો થોડો પણ વિચાર; શરીરનો પ્રેમ ઓછો કરવાનું નિર્મળ સાધન છે.
આત્માના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપના આવિર્ભાવને અનુકૂળ એવી તે
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org