SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કુગ્રહનો વિરહ પ્રાપ્ત થવાના કારણે તેઓનું ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન ફળવિશેષનું કારણ બને છે એમ જણાવ્યું છે. જે જીવો તીવ્રભાવે પાપ કરતા નથી, જેઓને સંસાર પ્રત્યે બહુમાન હોતું નથી અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિને કરવામાં જેઓ તત્પર હોય છે તેઓને અપુનબંધક કહેવાય છે. હવે પછી કોઈ પણ વાર મિથ્યાત્વ મોહનીયકર્મની ૭૦ કોટાકોટિ સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરવાના નથી, એવા અપુનબંધકદશાને પામેલા જીવો ખૂબ જ સરળ હોવાથી કુતર્ક કરતા નથી. કુતર્કનું સ્વરૂપ સમજવા માટે યોગબિંદુ વગેરે ગ્રંથમાં એક સરસ દૃષ્ટાંત છે. ગમે તે કારણે તોફાને ચઢેલા હાથીના મહાવતે “હાથી મારે છે, હાથી મારે છે..” એમ કહીને લોકોને હાથીથી દૂર રહેવા ચેતવણી આપી. ત્યારે વિદ્વાન ગણાતા બે જણાએ સામે દલીલ કરી કે-હાથી; પાસે રહેલાને મારે છે કે દૂર રહેલાને ? જો પાસે રહેલાને મારે તો સૌથી પહેલા તને (મહાવતને) મારે અને દૂર રહેલાને મારે તો દૂર જવાથી કશું વળવાનું નથી... ઇત્યાદિ વાતચીત ચાલતી હતી એટલામાં તો હાથી આવ્યો અને બંન્નેને સૂંઢથી ઊંચફયા. માંડ માંડ મહાવતે તેમને છોડાવ્યા. આ ઉપરથી સમજી શકાશે કે-તદ્દન સરળ એવી વસ્તુને પણ કુતર્કના કારણે સમજી શકાતી નથી. સદ્ગુરુભગવંતોના પરમશ્રદ્ધેય વચનના શ્રવણાદિથી અપુનબંધકદશાને પામેલા પુણ્યાત્માઓને, કુતર્કની નિવૃત્તિસ્વરૂપ કુગ્રહનો વિરહ પ્રાસ થાય છે. આ સરળતા ખૂબ જ આવશ્યક છે. અજ્ઞાનીજનો પણ આ સરળતાના પ્રભાવે ઇષ્ટ ફળને વિના વિને પ્રાપ્ત કરી લે છે અને ૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy