________________
સામાન્ય કે વિશેષ કોટિના કોઈ પણ વ્યવહારમાં યોગ્યતાની ઉપેક્ષા નહિ કરનારા ક્યા કારણથી યોગમાર્ગનું પ્રદાન કરતી વખતે યોગ્યતાની ઉપેક્ષા કરે છે-એ સમજવાનું આપણા માટે સહેલું નથી. આજે ચાલી રહેલા સામુદાયિક અનુષ્ઠાનો યોગ્યતાની ઉપેક્ષાનાં આશ્રયસ્થાનો છે. વસ્તુ અત્યન્ત ઉત્તમ હોય તો પણ તે અયોગ્ય વ્યક્તિઓને આપવાથી કયો લાભ થવાનો છે ? વાતવાતમાં પ્રતિજ્ઞાઓ આપનારાઓ માટે અને એવાઓ પાસે વ્રતાદિને ગ્રહણ કરનારાઓ માટે આ બારમી ગાથા હૈયામાં કોતરી રાખવા જેવી છે.
આ બારમી ગાથાના આશયને વર્ણવતાં ટીકાકારશ્રી ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે-સ્થાનાદિ યોગથી પરિશુદ્ધ પણ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન; આ લોકસંબધી કીર્તિ, માન, સન્માનાદિની ઈચ્છાથી અથવા તો પરલોકસંબંધી સ્વર્ગાદિની સુખ સમૃદ્ધિની ઈચ્છાથી જેઓ કરે છેતેઓનાં પણ તે અનુષ્ઠાનો મહામૃષાવાદ છે. કારણ કે લોકોત્તર એવાં અનુષ્ઠાનો મોક્ષ માટે કરવાની પ્રતિજ્ઞાથી વિહિત હોવા છતાં તેનાથી વિપરીત આશયથી કરવાથી તે તે અનુષ્ઠાનોનો સમાવેશ વિષાનુષ્ઠાન કે ગરાનુષ્ઠાનમાં થાય છે. તેથી તે તે અનુષ્ઠાનો મહામૃષાવાદનું કારણ હોવાથી વિપરીત ફળવાળા છે. પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી મહારાજાએ આ વાતને વિસ્તારથી સમજાવવા માટે ગ્રંથકારશ્રીના યોગબિંદુ ગ્રંથના આધારે અહીં પાંચેય અનુષ્ઠાનોનું સ્વરૂપ વર્ણવ્યું છે. એનો પણ થોડો વિચાર અહીં કરી લેવાની જરૂર છે.
આ લોકસંબંધી ફળની ઈચ્છાથી, પરલોકસંબંધી ફળની ઈચ્છાથી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org