SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કે ચળ-એ બેમાં છે. સામાન્ય ઈચ્છા થવી અને એના વિના ચાલે નહિ એવી અવસ્થામાં ઈચ્છા થવી-એ બેમાં ઘણો ફરક છે, જે ઇચ્છા અને તૃષ્ણા શબ્દથી જણાય છે. આવી જ રીતે કોધ થવો અને એની ચળ ઊપડવી એ બેમાં ઘણો ફરક છે, જે આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ. વિષયતૃષ્ણા અને ક્રોધની ચળના અભાવને જ્ઞાની ભગવંતો પ્રથમ કહે છે. વિષયની તૃષ્ણા ન હોય તો ક્રોધની ચળ પણ ન ઊપડે. સર્વ કષાયોનું મૂળ જ વિષયતૃષ્ણા છે. એના કારણે જ માન, માયા અને ક્રોધ ઉત્પન્ન થાય છે. વિષયની તૃષ્ણા સાધક આત્માને કોઈ પણ સિદ્ધિને પ્રાપ્ત કરવા દેતી નથી. સિદ્ધિના અર્થઓએ વહેલામાં વહેલી તકે વિષયતૃષ્ણાથી મુક્ત બનવું રહ્યું. વિષયનો સંપર્ક તો રહેવાનો; કોઈ વાર વિષયની ઈચ્છા પણ થાય પરંતુ એ સંપર્ક અથવા ઈચ્છા વિષયની તૃષ્ણામાં પરિણમે તો સાધકદશાની અવદશા શરૂ થઈ જાય છે એનો ખ્યાલ સતત રહેવો જોઈએ. - અહીં એક વસ્તુનો વિચાર કરવો જોઈએ કે-આ પૂર્વે ગ્રંથકાર પરમર્ષિએ યોગની પ્રામિ વિરતિધરને એટલે કે પાંચમા ગુણસ્થાનકથી વર્ણવી છે. એ મુજબ યોગના કાર્ય તરીકે વર્ણવેલા અનુપાદિભાવો પણ પાંચમા ગુણસ્થાનથી સંભવે છે. તેથી સમ્પર્વના એટલે કે ચોથા ગુણસ્થાનકના લિંગ-કાર્ય તરીકે અનુકંપાદિભાવોનું જે વર્ણન પ્રવચનમાં કરાયું છે, તેનો આ રીતે મેળ બેસતો નથી. અર્થા તેનો વિરોધ આવે છે. પરંતુ અહીં આ રીતે વર્ણન કરવા પાછળનો આશય એ છે કે અનુકમ્પાદિસામાન્યની પ્રત્યે ઈચ્છાદિસામાન્ય કારણ બને છે ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy