________________
ધર્મની ઈચ્છાનું પ્રતિબિંબ લગભગ જોવા નહીં મળે. તે તે ધર્મની પ્રવૃત્તિ કરનારાઓને તે તે ધર્મની પ્રવૃત્તિ કરનારાઓની કથામાં ખરેખર આનંદ આવે ને ? પૂજા, સામાયિક કે પ્રતિક્રમણ કરનારા કે નહી કરનારાને એના આરાધકોની, એની વિધિ આદિની કથામાં આનંદ આવે એવું લગભગ બનતું નથી. સર્વવિરતિધર્મની આરાધના કરનારાઓની પણ આજે લગભગ આવી સ્થિતિ છે. આજના ધર્મી ગણાતા વર્ગને સાચા ધર્મ પ્રત્યે. બહુમાનાદિ હોય-એવો સંભવ લગભગ નથી. મુમુક્ષુવર્ગને ભવનિસ્તારક પૂજ્ય ગુર્નાદિ પ્રત્યે આજે જે ભાવ છે તેનો વિચાર કરીએ તો માનવું પડશે કે ઈચ્છાયોગનો તેઓને વિશે આવિર્ભાવ થયો નથી. જે દેખાય છે તે વાસ્તવિક નથી. કોઈ પણ વસ્તુની સાચી ઇચ્છા થયા પછી, તેની અપૂર્ણ અવસ્થામાં આપણે શાંત રહી શકતા નથી. રાત અને દિવસ પ્રવૃત્તિનું સાતત્ય જાળવી રાખવામાં જ આપણું ચિત્ત લીન બને છે. સ્થાનાદિ યોગોની આરાધના માટે અનુકૂળ એવી દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવાદિ સામગ્રી ન પણ મળે તોપણ શાસ્ત્રમાં જણાવેલી રીતે શક્તિ અનુસાર કરાતાં સ્થાન વગેરે ઇચ્છાયોગસ્વરૂપ છે.
આ રીતે ઇચ્છાયોગની પ્રાપ્તિ પછી તે તે ધર્માનુષ્ઠાન કરતી વખતે દરેક અવસ્થામાં ઉપશમભાવ મુખ્ય રહે એનો ખ્યાલ રાખી તે તે ધર્માનુષ્ઠાન શાસ્ત્રીય રીતે કરવું તેને પ્રવૃત્તિયોગ કહેવાય છે. ખૂબ જ ઉલ્લાસથી શાસ્ત્રમાં વર્ણવેલી રીતે પૂર્ણપણે કરાતાં સ્થાનાદિ પ્રવૃત્તિયોગ છે. ઇચ્છાયોગની પ્રાપ્તિ પછી જ આ અવસ્થાનો પ્રાદુર્ભાવ
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org