________________
ધર્મક્રિયામાં આવશ્યક એવાં સૂત્રો સદ્ગુરુભગવંતો પાસે ભણીને તે તે સૂત્રો તે તે ક્રિયામાં ઉપયોગપૂર્વક બોલવાથી આ ઊર્ણયોગની પ્રાપ્તિ થાય છે. ધર્મક્રિયાના પારમાર્થિક આશય સુધી સાધકને લઈ જનાર આ ઊર્ણયોગ સાધકને ભાવમાં તરબોળ કરે છે. પ્રશમરસનાં ઝરણાં જેવાં તે તે સૂત્રોનું સ્પષ્ટપણે આવશ્યક ઉચ્ચારણ જીવને શાંતરસમાં મગ્ન કરે છે. અપ્રશસ્ત વચનોમાં આત્માને વિષયકષાયની પરિણતિમાં લીન બનાવવાના સામર્થ્યનો આપણે ઘણો અનુભવ કર્યો છે. પરંતુ આપણી ઇચ્છાથી આરંભેલી ચૈત્યવંદનાદિ ક્રિયાના કાળમાં બોલાતાં તે તે સૂત્રોના દરેકે દરેક વર્ગમાં વિષયકષાયની પરિણતિને દૂર કરી શાંતરસનો અનુભવ કરાવવાના સામર્થ્યનો આપણે અનુભવ કર્યો નથી - એનું એકમાત્ર કારણ ઊર્ણયોગનો અભાવ છે. ગૃહસ્થજીવનની દરરોજની દરેક પ્રવૃત્તિમાં સ્થાન અને વર્ણ(શબ્દ)ની પ્રધાનતા જોવા મળે અને ધર્મક્રિયામાં તેની ઉપેક્ષા જોવા મળે એ ખૂબ જ વિચિત્ર છે. નાના છોકરાઓને પ્રયત્નપૂર્વક પણ શુદ્ધ બોલવાનું શિખવાડાયા છે. અને ધાર્મિકસૂત્રોમાં એ શુદ્ધિની ઉપેક્ષા કેમ સેવાય છે - એ સમજાતું નથી. પોતાનું નામ કોઈ પણ અશુદ્ધ બોલે તો ગમતું નથી. પરંતુ શ્રી ગણધરભગવંતોએ રચેલાં એ પરમપવિત્ર અર્થગંભીર સૂત્રોનું ઉચ્ચારણ કરતી વખતે શુદ્ધિ જાળવવાનું બનતું નથી – એ ઊર્ણયોગ પ્રત્યેનો આદરભાવ નથી. આત્માને પરમાત્મપદે લઈ જનારી લોકોત્તર યિાઓને ભાવાવવાહી બનાવવાનું કામ આ ઊર્ણયોગ કરે છે. અસ્થિર એવા મનને સ્થિર કરે છે અને ત્યારબાદ સ્થિરમન ક્રિયામાં
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org