SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવાયેલી રીતથી એ એક એક પ્રકારના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ આ ચાર પ્રકાર હોવાથી કુલ વીસ પ્રકારનો યોગ છે. ગ્રન્થકારપરમર્ષિએ પાંચમી અને છઠી ગાથામાં એ અવાન્તરભેદોના સ્વરૂપનું વર્ણન કર્યું છે तज्जुत्तकहापीईइ संगया विपरीणामिणी इच्छा ।। सव्वत्थुवसमसारं तप्पालणमो पवत्ती उ ॥५॥ तह चेव एयबाहग - चिंतारहियं थिरत्तणं नेयं । सव्वं परत्थसाहग-रूवं पुण होई सिद्धि त्ति ॥ ६॥ સ્થાનેચ્છા ઊર્ટેચ્છા અર્થેચ્છા આલંબનેચ્છા અને અનાલંબનેચ્છા આ પાંચ પ્રકારના ઈચ્છાયોગનું સામાન્યથી સ્વરૂપે વર્ણવતાં ગ્રંથકાર પરમર્ષિએ પાંચમી ગાથામાં ફરમાવ્યું છે કે-સ્થાન-ઊર્ણ-અર્થઆલંબન અને અનાલંબન યોગયુક્ત યોગીની કથામાં; તે કથાનો અર્થ સમજવાની ઇચ્છાના કારણે અથવા તો એ અર્થ સમજાઈ જવાના કારણે જે આનંદસ્વરૂપ પ્રીતિ છે તેનાથી યુક્ત અને સ્થાનાદિયોગોને વિધિપૂર્વક આરાધનારા આરાધકોને વિશે બહુમાનાદિથી ગર્ભિત, પોતાના ઉલ્લાસ મુજબ અભ્યાસરૂપે પણ સ્થાનાદિ યોગને આરાધવાનો જે વિશિષ્ટ પરિણામ છે – તેને ગ્રંથકારશ્રી ઈચ્છાયોગ કહે છે. ગ્રંથકારપરમર્ષિએ દર્શાવેલા ઇચ્છાયોગના સ્વરૂપનો વિચાર કરવાથી આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે ઇચ્છાયોગનું જ નહીં પણ સર્વસામાન્ય ઇચ્છામાત્રનું પણ આ જ સ્વરૂપ છે. અર્થ અને કામની ઇચ્છા જેને જેને છે તે બધાને; અર્થ અને કામને પામેલા જીવોની ૬૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy