SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ ઘાતિકર્મોનો પણ ક્ષય થવાથી તેરમા ગુણસ્થાનકે જીવને શ્રી કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. તેરમા ગુણસ્થાનકે દેશોન(નવ વર્ષ ઓછા)કરોડ પૂર્વવર્ષ સુધી વધારેમાં વધારે રહેવાનું બને છે. આ વખતે મન વચન અને કાયયોગ વિદ્યમાન હોવાથી યોગના કારણે એક શાતા વેદનીયનો બંધ ચાલુ હોય છે. તેમાં ગુણસ્થાનકે આ રીતે સયોગી કેવળી અવસ્થાનો અનુભવ કર્યા પછી છેલ્લા આયુષ્ય, નામ, વેદનીય અને ગોત્ર આ ચાર અઘાતિર્મનો સર્વથા ક્ષય કરવા સ્વરૂપ ચૌદમા અયોગીકેવલી ગુણસ્થાનકે અયોગી બની આત્મા શ્રી સિદ્ધાવસ્થાનો સ્વામી બને છે. આત્માને પરમાત્મપદ પ્રાપ્ત કરવાની આ કમિક અવસ્થાઓને અનંતજ્ઞાનીઓએ ગુણસ્થાનક તરીકે વર્ણવી છે. સમગ્ર ગુણશ્રેણીની પ્રાપ્તિ જીવવિશેષને એક અંતર્મુહૂર્તમાં પણ થાય છે. જ્યારે જીવવિશેષને એ પામવા માટે અસંખ્યાતકાળ વિતાવવો પડે છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારકશાસનને પામ્યા પછી વહેલામાં વહેલી તકે આ ગુણશ્રેણીને પામવાની ભાવના પ્રગટયા વિના કોઈ પણ રીતે આત્માનું કલ્યાણ થવાનું નથી. - દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા માર્ગ પ્રત્યે રુચિ ન થવી એ પ્રથમ ગુણસ્થાનક છે અને પરમતારક લોકોત્તર એ માર્ગ પ્રત્યે રુચિ થવી એ ચોથું ગુણસ્થાનક છે. ચોથા ગુણસ્થાનથી પડતી વખતે પહેલા ગુણઠાણે પહોંચતા પૂર્વે સામાન્ય રુચિનો સ્વાદ ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy