________________
ગુણસ્થાનકે વર્તનારા જીવોના પરિણામની તરતમ અવસ્થા હોતી નથી. જ્યારે આઠ ગુણસ્થાનક સુધી; અનંતભાગથી આરંભીને અનંતગુણસુધીની તરતમ અવસ્થા પરિણામને આશ્રયીને હોય છે. દશમા સૂક્ષ્મસંપરાય નામના ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભનો અનુભવ હોય છે. દશમા ગુણસ્થાનકના અંતે સૂક્ષ્મ લોભનો સર્વથા ક્ષય થઇ જાય તો જીવને ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે અને દશમા ગુણસ્થાનકના અંતે સૂક્ષ્મ લોભનો સર્વથા ઉપશમ થાય તો અગિયારમા ઉપશાન્તમોહ નામના ગુણસ્થાનકની જીવને પ્રાપ્તિ થાય છે, જે અવસ્થા માત્ર અંતર્મુહૂર્ત જ રહે છે. ત્યાર પછી જીવનું અવશ્ય પતન થાય છે, અંતર્મુહૂર્ત સુધી વીતરાગતાનો અનુભવ કરી જે જીવો અગિયારમા ગુણસ્થાનકે જ કાળ કરે છે તેઓ સર્વાર્થસિદ્ધવિમાને સીધા ચોથા ગુણસ્થાનકે જાય છે અને જે જીવોનું આયુષ્ય બાકી હોય છે તેઓ અગિયારમા ગુણસ્થાનથી દશમે નવમે આઠમે સાતમે છઠ્ઠું આ રીતે ક્રમે કરી ઊતરતાં પ્રથમ ગુણસ્થાનકે પણ જતા હોય છે. દશમા ગુણસ્થાનકથી જે જીવો બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે જાય છે તેઓનું કોઇ પણ રીતે પતન થતું નથી. અગિયારમા ગુણસ્થાનકેથી બારમા ગુણસ્થાનકે જવાતું નથી. બારમા ગુણસ્થાનકને પામવા માટે દશમા ગુણસ્થાનકની પ્રાપ્તિ સિવાય બીજો કોઇ ઉપાય નથી. દશમા ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભનો સર્વથા ક્ષય થયા પછી તુરત જ બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. બારમા ગુણસ્થાનકે ક્ષીણમોહ અવસ્થામાં
Jain Education International
૫૮
For Private & Personal Use Only
www.jainelibrary.org