________________
તે ગુણસ્થાનકે થનાર કર્મના બંધ, ઉદય, ઉદીરણા કે સત્તાને ટાળીને જ ઉત્તર-ઉત્તર-ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આવરણને દૂર કર્યા વિના કોઈ પણ ગુણનો આવિર્ભાવ થતો નથી – એ જાણ્યા પછી પણ સાધકની નજર કર્મનિર્જરા તરફ ન હોય તો કોઈ પણ રીતે ગુણની પ્રાપ્તિનો સંભવ નથી. આજે મોટા ભાગની સાધના કર્મનિર્જરા માટે હોય એવું બહુ ઓછું જોવા મળે ને ? અધ્યયન કરનારાને જ્ઞાનાવરણીય કર્મની નિર્જરાનો ભાવ કેટલો છે અને તે તે ગ્રંથનું જ્ઞાન મેળવવાનો ભાવ કેટલો ? અધ્યયન કરવા છતાં ન આવડે તો ખેદ થાય છે - એ, એ જ સૂચવે છે કે અધ્યયન કરનારાને જ્ઞાન જોઈએ છે; જ્ઞાનના આવરણભૂત કર્મની નિર્જરા નહિ! શ્રી અરિહન્તપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર અધ્યયન કરનારને કદાચ કોઈ વસ્તુ ન આવડે, યાદ ન રહે, તોપણ જ્ઞાનાવરણીયકર્મની નિર્જરા તો થાય ને ? એ માટે ભણનારાને ખેદ થતો નથી, જેથી તેની અધ્યયનની પ્રવૃત્તિ બંધ પડતી નથી. પરંતુ તે તે ગ્રંથ નહિ આવડે કે નહિ યાદ રહે તો તેના અર્થને ખેદ થવાનો, જેથી કાલાંતરે અધ્યયનની પ્રવૃત્તિ બંધ થવાની... આ એક ઉદાહરણ છે. આવું તો દરેકેદરેક મોક્ષસાધક પ્રવૃત્તિ માટે વિચારવાનું છે. તે તે કર્મની નિર્જરાના ઉદ્દેશથી વિહિત પ્રવૃત્તિ તે તે ફળને પ્રામ કરવા માટે કરવામાં આવે તો ફળની અપ્રાપ્તિમાં ખેદ થાય-એ બનવાજોગ છે અને એ ખેદ અંતે તો તે તે પ્રવૃત્તિનો જ બાધક બને છે. પરંતુ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ તે તે પ્રવૃત્તિ કેવળ કર્મનિર્જરા માટે કરવામાં આવે તો તેનાથી ભિન્ન કોઈ પણ ફળની પ્રાપ્તિ ન થવા છતાં
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org