Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 124
________________ પાહિ જોઈએ, કારણ કે વાસ્તવિક રીતે પરતત્ત્વના દર્શન સ્વરૂપ લક્ષ્યવેધને અનુકૂળ અવિસંવાદી આઠમા ગુણસ્થાનકે વર્તનાર સામર્થ્યયોગ જ અનાલંબનયોગ છે. તોપણ તેવા પ્રકારના લક્ષ્યવેધને કરવામાં તત્પર એવી પરિણતિ પૂર્વેનું પરમાત્મગુણોનું ધ્યાન પણ; એ નિરાલંબનયોગને કામ કરવાનું કારણ હોવાથી અને એક જ જાતના ધ્યેયના આકારવાળી પરિણતિને પ્રાપ્ત કરાવવાની શક્તિથી યુક્ત હોવાથી નિરાલંબનયોગ જ છે. આ પ્રમાણે સાતમા ગુણસ્થાનકે મુખ્ય નિરાલંબન-અનાલંબન યોગના કારણ સ્વરૂપ નિરાલંબનધ્યાન ઘટી શકે છે. તેથી જ પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત આ ત્રણ પરમાત્માવસ્થાનું પરિભાવન કરતી વખતે રૂપાતીત સિદ્ધ પરમાત્માના ગુણોના પ્રણિધાનમાં અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તનારા મહાત્માઓને શુક્લધ્યાનના અંશરૂપે નિરાલંબન ધ્યાન માનવામાં આવે છે. શ્રી તીર્થંકર પરમાત્માની છદ્મસ્થ-અવસ્થાની વિચારણાને પિંડસ્થધ્યાન કહેવાય છે. તેઓશ્રીની કેવલી અવસ્થાના પરિભાવનને પદસ્થધ્યાન કહેવાય છે. તેમ જ તેઓશ્રીની સિદ્ધાવસ્થાના ધ્યાનને રૂપાતીત અવસ્થાનું પરિભાવન કહેવાય છે. પરમાત્માના જ શુદ્ધ કેવળજ્ઞાનાદિ સ્વરૂપના પરિભાવનને નિરાલંબનધ્યાન કહેવાય છે – એવું નથી. પરંતુ કર્મસ્વરૂપ ઉપાધિના કારણે સંસારી આત્માનું વ્યવહારનયથી પ્રસિદ્ધ ઔપાધિકમૂર્ત સ્વરૂપ બુદ્ધિ-કલ્પનાથી દૂર કરી, શુદ્ધ નિશ્ચયનયથી કલ્પેલા સંસારી આત્માના પણ સહજ આત્મગુણના વિભાવને નિરાલંબનધ્યાન કહેવાય છે. કારણ કે પરમાત્માના ગુણના પરિભાવનમાત્રને જ નિરાલંબનધ્યાનરૂપે વર્ણવાનું ૧૨૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130