Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 122
________________ અહીં બાણ છે. અને તે છૂટવાસ્વરૂપ ધ્યાનાન્સરિકા (શુકલધ્યાનના બીજા પાયાનું ધ્યાન) છે. તે વખતે ચોક્કસ લક્ષ્યાભિમુખ તે બાણના (અનાલંબનયોગના) પડવાથી જ ઘાતિકર્મના ક્ષય બાદ કેવલજ્ઞાનસ્વરૂપ સાલંબન(સર્વવિષયક) પ્રકાશ થાય છે - તે અહીં લક્ષ્યવેધ છે. તે વખતે અનાલંબન યોગનો વ્યાપાર નથી. કારણ કે કેવલજ્ઞાનથી પરતત્ત્વનું દર્શનસ્વરૂપ ફળ સિદ્ધ થયેલું છે. કાર્યની સિદ્ધિ બાદ કારણનો કોઈ જ વ્યાપાર હોતો નથી – એ સ્પષ્ટ જ છે. શ્રી ષોડશપ્રકરણમાં પણ આ વસ્તુને વર્ણવતાં ફરમાવ્યું છે કે - પરતત્ત્વના દર્શનની ઈચ્છાથી પ્રવર્તેલ અને પરતત્ત્વના સ્વરૂપને નહિ પામેલ આ અનાલંબનયોગ અયોગી અવસ્થાના અનાલંબનયોગની પૂર્વે હોય છે. પરતત્ત્વના દર્શન પૂર્વેના આ યોગથી ઈષપાતના દષ્ટાન્તથી ઉપર જણાવ્યા મુજબ પરતત્ત્વનું દર્શન થાય છે, જે કેવલજ્ઞાનસ્વરૂપ પરમ્બકૃષ્ટ જ્યોતિરૂપ હોય છે. અહીં એ શંકાનો સંભવ છે કે – “ઈષપાતના દષ્ટાન્તથી પરતત્વનું દર્શન થયે છતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી અનાલંબનયોગની કોઈ પણ પ્રવૃત્તિ ન હોય - એ તો જાણે બરાબર છે પરંતુ કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ મોક્ષમાં જવાનું બાકી હોવાથી પૂર્વેના સાલંબનયોગની અપેક્ષાએ વિશિષ્ટ સાલંબનયોગની પ્રવૃત્તિ અહીં તેરમાં ગુણસ્થાનકે કેમ માનતા નથી ? આ શંકાનું સમાધાન કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે-શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી મોક્ષમાં જવાનું બાકી હોવા છતાં ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130