________________
કરતી વખતે ગ્રંથિ(રાગ-દ્વેષની અનાદિકાળની તીવ્ર પરિણતિ)ભેદના સમયના આત્માના પરિણામ-અધ્યવસાયવિશેષને પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે અને મોહનીયકર્મનો સર્વથા નાશ કરવા માટે ઉલ્લસિત થયેલા આઠમા ગુણસ્થાનકે વર્તનારા પુણ્યાત્માઓના તેવા પ્રકારના અધ્યવસાયવિશેષને બીજું અપૂર્વકરણ કહેવાય છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં વર્ણવેલી આ જ વાતને અનુલક્ષી શ્રી ષોડશકપ્રકરણમાં જણાવાયું છે કે-સામર્થ્યયોગના કારણે સર્વસંગથી રહિત અવિચ્છિન્ન પ્રવૃત્તિથી પરિપૂર્ણ એવી પરમાત્માના દર્શનની જે ઇચ્છા છે તે અનાલંબનયોગ છે, જે પરમાત્માનાં દર્શન સુધી(દર્શન ન થાય ત્યાં સુધી) હોય છે. અર્થાત્ શ્રી કેવલજ્ઞાનથી પરમાત્મસ્વરૂપનું દર્શન થયે છતે અનાલંબનયોગ હોતો નથી. કારણ કે પરમાત્માના સ્વરૂપનું દર્શન કરવાના આલંબનથી જ એ યોગ પ્રવર્યો હતો. તેથી પરમાત્માના દર્શન થવાથી અનાલંબનયોગ રહેતો નથી. દિક્ષાસ્વરૂપ અનાલંબનયોગ; દર્શનના કારણે શાંત થાય-એ સમજી શકાય છે.
અહીં વર્ણવેલા આ અનાલંબનયોગના સ્વરૂપનો સ્પષ્ટ ખ્યાલ આવે - એ માટે શાસ્ત્રમાં ઈષપાત’ દૃષ્ટાન્ન છે. કોઈ એક ધનુર્ધારી ધનુષ્ય ઉપર બાણ ચઢાવી લક્ષ્યની સામે ચોક્કસ નિશાન લઈને બાણ છોડે છે અને એ વખતે લક્ષ્ય ઉપર બાણ પડતાંની સાથે જ લક્ષ્ય વીંધાય છે. એવી રીતે કૃપશ્રેણીમાં ચઢેલા સામર્થ્યયોગી અહીં ધનુર્ધારી છે. શપબ્રેણી ધનુષ્ય છે. પરતત્ત્વના દર્શનસ્વરૂપ લક્ષ્યને સિદ્ધ કરવાના આશયથી યોજેલ અનાલંબનયોગસ્વરૂપ વ્યાપાર
૧૧૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org