Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 120
________________ વિષય શી જિનેશ્વરદેવનું સમવસરણ વગેરે છે અને નિરાલંબનયોગનો વિષય કેવલજ્ઞાનાદિ સ્વભાવવાળો માત્ર આત્મપ્રદેશોનો સમુદાય છે. આવું પરમાત્માનું શુદ્ધતત્ત્વ અહીં નિરાલંબનયોગમાં આલંબન હોવા છતાં તે આલંબન, અતીન્દ્રિય – અસ્પષ્ટ હોવાથી તેમાં અનાલંબનપણું વર્ણવ્યું છે. ષોડશપ્રકરણની આ ગાથામાં પરમાત્માના પરમ પ્રકૃષ્ટ શુદ્ધ તત્ત્વોનો વિષયરૂપે અનુવાદ કરીને પણ અંતે તો તેને અનાલંબનરૂપે જ વર્ણવ્યું છે... ઇત્યાદિ ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ. અન્યથા અહીં યોગવિંશિકામાં વર્ણવેલા અને ષોડશકમાં વર્ણવેલા અનાલંબનયોગના સ્વરૂપમાં ફરક જણાશે. વસ્તુતઃ ઉપર જણાવ્યા મુજબ ફરક નથી. બન્ને ગ્રંથના તાત્પર્યમાં કોઈ જ વિશેષ નથી. માત્ર નિરૂપણની શૈલીમાં જ ફરક છે. આ અનાલંબનયોગનો વિષય વર્ણવીને તેના સ્વરૂપનું વર્ણન કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે-સામર્થ્યયોગના અચિંત્ય સામર્થ્યથી સર્વસંગથી રહિત, પરમતત્ત્વ(સિદ્ધસ્વરૂપ) જોવાની જે સતત પ્રવૃત્ત ઈચ્છા છે-તે દિક્ષા અનાલંબનયોગ છે. શાસ્ત્રમાં જેના ઉપાય છે પરંતુ શાસ્ત્રમાં જે વિશેષે કરી નિરૂપણનો વિષય બનતો નથી - એવો, શતિના(આત્મસામર્થ્યના) અતિશયથી પ્રાપ્ત થતો ઉત્તમ કોટિનો સામર્થ્યયોગ છે. આઠમા ગુણસ્થાનકે જેની શરૂઆત છે – એ શપથ્થણીના બીજા અપૂર્વકરણ વખતે થનાર ધર્મસંન્યાસયોગ જ ઉપર જણાવેલી દિક્ષાનું મુખ્ય કારણ છે. ક્ષમા, મૃદુતા વગેરે ક્ષયોપશમભાવના સર્વ ધર્મોનો જેમાં ત્યાગ છે તે ધર્મસંન્યાસયોગ છે. સમ્યગ્દર્શનને પ્રાપ્ત ૧૧૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130