Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 118
________________ પ્રત્યે ઉદાસીનપણે વર્તી રહ્યા છે એ જોતાં તો એવું લાગે છે કે થોડાં વરસોમાં તો સાધુ-સાધ્વીવર્ગમાં પણ એવી ઉદાસીનતા આવશે. સાધુસાધ્વીને ફરજિયાત ભણવું પડે એવા જિજ્ઞાસુવર્ગની આજે ખૂબ જ આવશ્યક્તા છે. આટલી વાત તો પ્રસવશ થઈ ગઈ. અહીં તો વાત એ ચાલે છે કે-અસંગાનુષ્ઠાનસ્વરૂપ જ “અનાલંબન’ નામનો પાંચમોછેલ્લો યોગ છે. કારણ કે-સનો ત્યાગ વસ્તુતઃ અનાલંબન છે. ૧૮ અનાલંબનયોગનું સામાન્યથી વર્ણન કરી હવે આલંબનના વર્ણન દ્વારા વિશેષથી અનાલંબનયોગનું વર્ણન ઓગણીસમી ગાથાથી કરાય आलंबणं पि एवं रूवमरूवी इत्थ परमु त्ति । तग्गुणपरिणइरूवो सुहुमोऽणालंबणो नाम ॥१९॥ અહીં સ્થાન, ઊર્ણ, અર્થ વગેરે યોગના વિચારમાં આ આલંબન; રૂપી અને અરૂપી એમ બે પ્રકારનું છે. સમવસરણમાં બિરાજમાન શ્રી તીર્થંકર પરમાત્માનું અષ્ટમહાપ્રાતિહાર્ય વગેરેથી સમલંકૃત સ્વરૂપ તેમ જ શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક પ્રતિમા વગેરે આલંબનને રૂપી આલંબન કહેવાય છે અને શરીરાદિ સર્વ પુગલના સંગથી રહિત સિદ્ધપરમાત્મા અરૂપી આલંબન છે. એ અરૂપી આલંબન સ્વરૂપ સિદ્ધપરમાત્માના કેવલજ્ઞાન કેવલદર્શનાદિ અનંતાનંતગુણોની સમાપત્તિ (અભેદરૂપે પ્રતિપત્તિ) વડે જણાતો સૂક્ષ્મ-અતીન્દ્રિય એવો અનાલંબન યોગ છે. અનાલંબનયોગમાં સર્વથા આલંબનનો અભાવ છે - એવું નથી. પરંતુ વ્યવહારમાં જેવી રીતે બહુ જ ઓછું મીઠું જેમાં હોય એવી ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130