Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 116
________________ પડતી નથી. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન એ બેમાં અનુષ્ઠાનરૂપે કોઈ વિશેષતા ન હોવા છતાં દંડથી થતા ચકભ્રમણમાં અને દંડ વિના થતા ચક્રભ્રમણમાં જે ફરક છે એવો ફકતે બે અનુષ્ઠાનમાં છે. શાસ્ત્રીય પરિભાષામાં એ ફરક વર્ણવતાં ફરમાવ્યું છે કે-વચનાનુષ્ઠાન વચનના અર્થના અનુસંધાનથી થાય છે અને અસંગાનુષ્ઠાન તેના આવેધથી એટલે કે વચનાર્થસ્મરણથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી થાય છે. સમગ્ર ભવચક્રમાં ખૂબ જ અલ્પ વાર પ્રાપ્ત થનારું આ અસંગાનુષ્ઠાન સાધનાનું મુખ્ય લક્ષ્ય છે. એનો વાસ્તવિક પરીચય કરાવવાનું અવે શક્ય નથી. અનાદિકાળથી આત્માની સાથે એકાકાર બનેલી પાપની પ્રવૃત્તિનો વિચાર કરવાથી અસંગાનુષ્ઠાનનો સારી રીતે ખ્યાલ આવશે. સહજ બની ગયેલી પાપની પ્રવૃત્તિની જેમ લોકોત્તર ધર્મની શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ જ્યારે સહજ બનશે ત્યારે અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થશે. એ માટે ભવોભવની સાધના જોઈશે. આપણા આત્મા ઉપર કર્મમળ કેટલો છે - એની આપણને કોઈ જ કલ્પના નથી. આવી સ્થિતિમાં કર્મમળને દૂર કરી સર્વથા પાપપ્રવૃત્તિના સરકારને ભૂંસવાનું કામ ખૂબ જ કપરું છે. એ સંસ્કારનો નાશ થયા વિના અસંગાનુષ્ઠાનનો સંભવ નથી. પાપની પ્રવૃત્તિથી સર્વથા વિરામ પામેલા પૂજય સાધુભગવંતો પાપની પ્રવૃત્તિના સંસ્કારનો નાશ કરવામાં તત્પર હોય છે. પાપની પ્રવૃત્તિ નહિ કરવાની અપેક્ષાએ પાપ નહિ કરવાની વૃત્તિનું પ્રાધાન્ય આપણે સમજી શકીએ છીએ. પાપ નહિ કરવાની વૃત્તિ વિનાનો અથવા તો પાપ નહિ કરવાની વૃત્તિના લક્ષ્ય વિનાનો પાપપ્રવૃત્તિનો ત્યાગ અસંગાનુષ્ઠાનનું કારણ નહિ ૧૧૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130