________________
કોઈ પણ જાતની પોતાની ઇચ્છાનો અવિર્ભાવ કર્યા વિના માત્ર શ્રી જિનેશ્વરદેવોના પરમતારક વચન મુજબ રાતદિવસ ચારિત્રની આરાધના કરનારા પૂજ્ય શ્રમણભગવંતો વચનાનુષ્ઠાનના સ્વામી છે. સામર્થ્યયોગને પ્રાપ્ત કરાવનાર વચનાનુષ્ઠાન, પૂજ્ય મુનિભગવંતોની એકમાત્ર સિદ્ધિ છે. સર્વસિદ્ધિનું એ અમોઘ સાધન છે. ગમે છે માટે નહિ ફાવે છે માટે નહિ અને ઉલ્લાસ આવે છે માટે નહિ પરંતુ દેવાધિદેવે ઉપદેશ્ય છે માટે કરવું જોઈએ, તેમ જ ગમતું નથી માટે નહિ ફાવતું નથી માટે નહિ અને ઉલ્લાસ નથી આવતો માટે નહિ પરંતુ ભગવાન ના પાડે છે માટે નથી કરવું - આવો અધ્યવસાય પ્રગટાવ્યા વિના વચનાનુષ્ઠાનની પ્રામિ થવાની નથી. - વચનાનુષ્ઠાનના અભ્યાસના અતિશયથી પ્રવૃત્તિ વખતે શાસ્ત્રના અર્થનું સ્મરણ કર્યા વિના જ શ્રી જિનકલ્પિકાદિ મહાત્માઓનું જે વચનાનુસારી અનુષ્ઠાન છે તેને અસંગ-અનુષ્ઠાન કહેવાય છે. ચંદનગંધની જેમ સ્વાભાવિક જ શાસ્ત્રાનુસારી અનુષ્ઠાન સ્વરૂપ અસંગાનુષ્ઠાનના સ્વામી શ્રી જિનકલ્પિકાદિ મહાત્માઓ છે. શ્રી વીતરાગપરમાત્માની જેમ જ કોઈ પણ રીતે અપવાદનું સેવન નહિ કરનારા, નવ પૂર્વથી અધિક અને દશ પૂર્વથી ઓછા જ્ઞાનને ધરનારા મહાત્માઓને શ્રી જિનકલ્પિક કહેવાય છે. ખૂબ જ અપ્રમત્તપણે પોતાના કલ્પ-આચારનું સેવન કરનારા એ મહાત્માઓ સ્વાભાવિક જ વચનાનુસાર પ્રવૃત્તિ કરતા હોય છે. એ વખતે તેઓશ્રીને શાસ્ત્રવચનના અર્થનું અનુસંધાન કરવાની જરૂર જ
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org