Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 113
________________ બીજા બધાનો ત્યાગ કરીને જે અનુષ્ઠાન કરાય છે - તે અનુષ્ઠાનને પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે. પુષ્કળ પ્રયત્નથી અનુષ્ઠાનસંબંધી આદર જણાય છે. કરતી વખતનો ઉલ્લાસ અને મુખની પ્રસન્નતા વગેરેના કારણે અનુષ્ઠાન સંબંધી પ્રીતિ જણાય છે. ઉત્કટ કોટિના આદર અને પ્રીતિના કારણે એ અનુષ્ઠાન અન્ય બધું કામ પડતું મૂકીને કરાય - એ સમજી શકાય છે. અર્થ-કામસંબંધી અનુષ્ઠાનમાં આદર પ્રીતિ વગેરે આપણે સાક્ષાદ્દ અનુભવીએ છીએ. એની અપેક્ષાએ ધર્માનુષ્ઠાનને વિશે એનો અનુભવ નહિ જેવો છે. પ્રીતિ-અનુષ્ઠાનનું સ્વરૂપ વિચારીએ તે આપણા અનુષ્ઠાનની કેવી સ્થિતિ છે – એ આપણે સમજી શકીશું. અર્થ અને કામની દરરોજની પ્રવૃત્તિમાં એ કરતી વખતે એના વિષયમાં આપણાં આદરાદિ છૂપાં રહી શકતાં નથી અને આપણી ઈચ્છાથી જાણીએ-સમજીને કોઈ વાર કરાતા એવા પણ ધર્માનુષ્ઠાનમાં આદર વગેરે જણાતાં નથી-એ ખૂબ જ ખરાબ છે. સાધક આત્માઓએ એની પાછળના કારણને શોધી તેને દૂર કરી પ્રીતિ-અનુષ્ઠાનને યોગ્ય પોતાનું અનુષ્ઠાન બનાવવું જોઈએ. ભતિ-અનુષ્ઠાન, આમ તો પ્રીતિઅનુષ્ઠાન જેવું જ હોય છે પરંતુ એ અનુષ્ઠાન સરસ છે માટે જ નહિ પણ પરમપવિત્ર, એકાંતે કલ્યાણકારી છે – એવા પ્રકારની પૂજ્યત્વની બુદ્ધિથી અને વિશિષ્ટ આદરાદિપૂર્વક કરાતું હોય છે. પત્નીસંબંધી અને પૂજનીય માતાસંબંધી એક જ પ્રકારના પણ વસ્ત્રાદિ આપવાના કાર્યમાં જે વિશેષતા છે એવી જ વિશેષતા પ્રીતિ-અનુષ્ઠાનમાં અને ભતિ-અનુષ્ઠાનમાં છે. શાસ્ત્રીય પરિભાષામાં વર્ણવીએ તો-સંતોષ ૧૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130