Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 111
________________ અવસ્થા પ્રાપ્ત થાય છે. આવી અવસ્થા સાથેનું કોઈ પણ અનુષ્ઠાન સાક્ષાદ્ર મોક્ષસાધક બને છે. આ વાત યિાનયની અપેક્ષાએ કરી છે. અને ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન મોક્ષની પ્રત્યે પ્રયોજક છે - એ વાત જ્ઞાનનયની અપેક્ષાએ કરી છે. અનુષ્ઠાનની સુંદરતાનું બીજ પ્રશાન્તવાહિતા છે. એ બીજની અલ્પાંશે પણ પ્રાપ્તિ થઈ ન હોય તો કોઈ પણ રીતે અનુષ્ઠાન સુંદર બનતું નથી. લોકોત્તર ધર્મની આરાધના કરનારા સાધક આત્માઓ પ્રશાન્તવાહિતાનું લક્ષ્ય ન રાખે તો તેમની આરાધના મોક્ષે પહોંચાડનારી નહિ બને. ક્રોધાદિ કષાયની ઉપશમાદિ અવસ્થા પામવા માટે જ લોકોત્તર ધર્મની આરાધના છે- આ સમગ્ર મૃતનો સાર છે. એને યાદ રાખનારા અને એને આંખ સામે રાખીને ધર્મની સાધના કરનારા આત્માઓને આજે શોધવા નીકળવું પડે એવું છે. ધર્મી ગણાતા વર્ગમાંથી એ લક્ષ્ય આજે લુપ્ત થઈ રહ્યું છે. ઉત્તમમાં ઉત્તમ કોટિનું પણ અનુષ્ઠાન રાગાદિનો નાશ કરીને જ વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બનવાનું છે - એ ભુલાવું ન જોઈએ. નાનામાં નાનું પણ અનુષ્ઠાન, રાગાદિ પરિણતિને દૂર કરવાના જ લક્ષ્યથી થવું જોઈએ ને? ખૂબ જ ઝડપથી લુમ થઈ જતા એ લક્ષ્યને, સમર્થ ઉપદેશકોએ ટકાવવાની ખૂબ જ આવશ્યક્તા છે. સાચા ઉપદેશકોએ આ માટે જ આરાધકવર્ગનું ધ્યાન દોરવું જોઇએ. કરોડોનો વ્યય કરનારને આરંભસમારંભથી મુક્ત થવાની ભાવના ન જાગે; તપ કરનારને આહારસંશાનો ત્યાગ કરવાની ભાવના ન જાગે અને શીલ પાળનારને દુરાચારથી મુક્ત બનવાની ભાવના ન જાગે તો શું થાય - એનો વિચાર ૧૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130