Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 114
________________ આપવા યોગ્ય પત્ની વગેરેના કાર્યની કર્તવ્યતાનું જ્ઞાન થવાથી જે આનંદ છે - તે પ્રીતિ છે અને પૂજનીય એવાં માતા-પિતાદિના કાર્યની કર્તવ્યતાના જ્ઞાનના કારણે ઉત્પન્ન થયેલો આનંદ ભક્તિ છે. અહીં બન્ને સ્થળે યાદ રાખવું જોઈએ કે તે તે વ્યક્તિના કાર્યની કર્તવ્યતાના જ્ઞાનમાત્રથી જ ઉત્પન્ન થયેલા આનંદની અહીં વિવક્ષા છે. પ્રવૃત્તિ વખતનો આનંદ તો તે તે અનુષ્ઠાનનું કાર્ય છે. તેની અહીં પ્રીતિ કે ભતિસ્વરૂપે વિવેક્ષા નથી. મનગમતું થશે એ જાણવાનો આનંદ અને મનગમતું મળવાનો આનંદ – એ બેમાં જેટલો ફરક છે એટલો જ ફરક; કર્તવ્યતાના જ્ઞાનથી ઉત્પન્ન આનંદ અને કર્તવ્યની પ્રવૃત્તિથી ઉત્પન્ન આનંદ – એ બેમાં છે. દિલ દઈને રમતાં પૂર્વે રમતનું દિલ હોવું જોઈએ - તે સમજી શકાય એવી વાત છે. પ્રવૃત્તિની નીરસતા અને તો વિષયની નીરસતાની જ ચાડી ખાય છે. વિષયમાં રસ હોય તો કટપ્રદ પ્રવૃત્તિ પણ સરસ થાય છે ને ? બરાબર ધ્યાન દઈને આ બધું વિચારશો તો પ્રીતિ અને ભતિની વિશેષતા સમજવાનું સરળ છે. જ્યાં સુધી વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આ બંન્ને અનુષ્ઠાન જ સાધનાના અર્થીઓ માટે તરવાનું એકમાત્ર આલંબન છે. એના વાસ્તવિક સ્વરૂપને સમજીને આપણે નાનામાં નાનું પણ અનુષ્ઠાન, પ્રીત્યનુષ્ઠાન કે ભત્યનુષ્ઠાન બને-એની સતત ચિંતા કરવી જોઈએ. છઠ્ઠી અને સાતમા ગુણસ્થાનકવર્તી પૂજ્ય સાધુભગવંતોની સર્વત્ર ઔચિત્યપૂર્વકની, શાસ્ત્રના અર્થના સ્મરણપૂર્વકની પ્રવૃત્તિ 'વચનાનુષ્ઠાન” છે. ચોક્કસપણે આ વચનાનુષ્ઠાન પૂજ્ય સાધુભગવંતોને પ્રાપ્ત થાય છે. ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130