________________
જણાવ્યા મુજબ કોઇ પણ અનુષ્ઠાનમાં જે જે જયણા(ઉપયોગનું સાતત્ય) થાય છે તે તે જયણા; તે અનુષ્ઠાન કરનારાને નિર્જરરૂપે પરિણામ પામે છે : ઇત્યાદિ વચનોના આધારે સામાન્ય પણ વિધિયુક્ત અનુષ્ઠાન અથવા તો ઇચ્છાયોગનું કારણભૂત એવું વિધિરહિત અનુષ્ઠાન પણ બાલાદિ જીવોને અનુગ્રહનું કારણ હોવાથી ઉપાદેય છે. ઇચ્છાયોગની જેઓને પ્રાપ્તિ થઇ છે અને કારણવશ તેઓ સમગ્ર વિધિપૂર્વક અનુષ્ઠાન કરી શકતા નથી એવા વિકલ-અપૂર્ણ અનુષ્ઠાનને કરનારા ગીતાર્થ ગુરુભગવંતોએ પોતાના અનુષ્ઠાનનો વિચાર કર્યા વિના વિધિમાર્ગની પ્રરૂપણામાં આગ્રહ રાખવો. કારણ કે આ આગ્રહ જ એ ગીતાર્થ ગુરુભગવંતો માટે સક્ક્સ કલ્યાણનું કારણ બને છે. આ જ વાતને અનુલક્ષીને ગચ્છાચારપ્રકીર્ણકસૂત્રમાં ફરમાવ્યું છે કે - જોકે શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલું અનુષ્ઠાન સારી રીતે કરવાનું શક્ય નથી બનતું તોપણ; રાગ અને દ્વેષ જેઓશ્રીના ક્ષય પામ્યા છે એવા શ્રી વીતરાગપરમાત્માએ એ
અનુષ્ઠાન જે રીતે કરવાનું વર્ણવ્યું છે, તે રીતે જ તેનું સારી રીતે વર્ણન કરવું જોઇએ. સાધ્વાચારમાં સિદાતો હોવા છતાં વિશુદ્ધ સાધ્વાચારની ઉપબૃહણા-સ્તવના કરનાર અને પ્રરૂપણા કરનાર પોતાના કર્મનો ક્ષય કરે છે અને સુલભ-એવા સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે છે અર્થાદ્ ભવાંતરમાં કોઇ પણ રીતે એ દુર્લભબોધિ બનતો નથી.
જે લોકો આવા ગીતાર્થપુરુષોની આજ્ઞાની અપેક્ષા રાખતા નથી અને વિધિમાર્ગનું અભિમાન રાખતા વર્તમાનમાં ચાલી રહેલા વ્યવહારનો ત્યાગ કરે છે, તેમ જ વિધિમાર્ગનું વ્યવસ્થાપન કરી શક્તા નથી તેઓ
Jain Education International
૧૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org