________________
કરવાથી પોતાના શરણે આવેલાનું માથું છેદવાનું જ કાર્ય કરે છે.” - આ રીતે અવિધિની પ્રરૂપણામાં જ ગુરુભગવંતને દોષ છે - એવું નથી. પરંતુ જ્યારે જ્યારે એકલી વિધિની પ્રરૂપણા કરતી વખતે તેની સાથે અવિધિનો નિષેધ કરવામાં ન આવે તો તેની આશંસાના કારણે અનુમોદનાનો પણ પ્રસંગ આવે છે. આથી ઉપદેશકો સ્પષ્ટ રીતે સમજી શકે છે કે-“આ બધા પોતાની મેળે જ અવિધિમાં પ્રવૃત્ત થયા છે. હું શું કરું? મારો આમાં દોષ નથી. હું તો ક્રિયાનો જ ઉપદેશ આપું છું. અવિધિ કરવાનું હું કહેતો નથી.” આવા પ્રકારનું સાવ બોદું આલંબન લઈને પરહિતમાં રત એવા કોઈ પણ ધર્માચાર્યે અવિધિ પ્રત્યે ઉદાસીનતા નહિ રાખવી. પરંતુ સર્વ રીતે પ્રયત્ન કરી અવિધિનો નિષેધ કરી વિધિમાર્ગમાં જ શ્રોતાઓને પ્રવર્તાવવા જોઈએ. આ રીતની દેશનાથી જ શ્રોતાઓને માર્ગમાં પ્રવેશ કરાવી શકાશે. અન્યથા તો ઉન્માર્ગમાં તેમનો પ્રવેશ કરાવી તેમના ભાવપ્રાણની હત્યા જ કરાશે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે અહીં ખૂબ જ માર્મિક ટકોર કરી છે. ધર્માચાર્ય કેવા હોવા જોઈએ ? તેમની દેશના કેવી જોઈએ ? અને ઔદાસીન્ય કઈ રીતે ખંખેરવું ?... વગેરે વાતોનું થોડા શબ્દોમાં સ્પષ્ટ નિદર્શન કર્યું છે. આપણા મંદ ભાગ્યે આજે આવી દેશના આપનારા ખૂબ જ ઓછા આચાર્યભગવંતાદિ છે. ગમે તે રીતે પણ ધર્મ કરવાનું કહેનારાની આજે -કોઈ અછત નથી. અછત છે આવા ઉપદેશકોની. આવી સ્થિતિમાં શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના સાચા ઉપદેશની આપણને પ્રાપ્તિ થઈએ આપણો પરમ પુણ્યોદય છે એમાં કોઈ સંદેહ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org