Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 103
________________ मुत्तूण लोगसन्नं उड्ढूण य साहुसमयसब्भावं । सम्मं पयट्टियव्वं बुहेण मइनिउणबुद्धीए ॥१६॥ લોક જ (લોકનું આચરણ જ) પ્રમાણ છે - આવા પ્રકારની શાસ્ત્રનિરપેક્ષ બુદ્ધિસ્વરૂપ લોકસંજ્ઞા'નો ત્યાગ કરી સદ્ભૂત સિદ્ધાંત (આગમ)ના રહસ્યને વહન કરી; આગમમાં બતાવેલ વિધિનું અનુસરણ કરવા દ્વારા; અતિશય સૂક્ષ્મ એવા પદાર્થને ગ્રહણ કરવામાં તત્પર એવી મતિને ધરનારા બુદ્ધિમાન પષ્ઠિત પુરુષે ચૈત્યવંદનાદિમાં પ્રવર્તવું જોઈએ - આ સોળમી ગાથાનો અક્ષરાર્થ છે. આથી સમજી શકાશે કે લોકને જ પ્રમાણ માનવાનું કહેનારાની વાત સાચી નથી. શાસ્ત્રનિરપેક્ષ લોકની માન્યતાને પ્રમાણ માનવી એટલે લોકસંજ્ઞાને પ્રમાણ માનવી. એનો શાસ્ત્રમાં સર્વથા નિષેધ છે. શાસ્ત્રની અપેક્ષા મુજબ વર્તનારા લોકને પ્રમાણ માનવામાં વસ્તુતઃ શાસ્ત્રની જ પ્રમાણતા માનવાની હોય છે. શાસ્ત્રને પ્રમાણભૂત માનનાર એક હોય કે અનેકોનો સમુદાય હોય, તેની પ્રમાણતામાં કોઈ જ વિવાદ નથી. પરંતુ શાસ્ત્રનિરપેક્ષ લોકોને પ્રમાણભૂત મનાય નહિ. આવા લોકોની આચરણા અને પ્રરૂપણા એ છત નથી. જીત પુરુષોનું આચરણાદિ પ્રમાણ છે. લોકોત્તર ધર્મના અર્થીએ લોકસંજ્ઞાનો ત્યાગ કરી શાસૂસાપેક્ષ જ લોકોનું અનુસરણ કરવું જોઈએ. એ વખતે પણ સદ્ભૂત સિદ્ધાંતના રહસ્યને વહન કરવું જોઈએ. એમાં સદ્ભૂત સિદ્ધાંતના રહસ્યને સ્પષ્ટ કરતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે-ઘણા લોકોએ કહ્યું છે એથી લોકનું આલંબન લઈને જ જો કોઈ પણ અનુષ્ઠાન કરવાનું હોય તો ૧૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130