________________
નાશ થવાના કારણે પરમાર્થથી તીર્થનો ઉચ્છેદ થાય છે. તેથી તીર્થના ઉચ્છેદભયથી જે લોકો અવિધિપૂર્વકના અનુષ્ઠાનને આદરણીય જણાવે છે તે લોકોને વ્યાજ લેતાં મૂડી ખોવાનો પ્રસંગ આવે છે. ૧૪
સૂત્રવિહિત ક્રિયાનો નાશ-એ ખૂબ જ અહિતકારી છે એ જણાવવા માટે પંદરમી ગાથાની રચના છે
सो एस वंकओ चिय न य सयमयमारियाणमविसेसो । एयं पि भावियव्वं इह तित्थुच्छेयभीरुहिं ॥१५॥
આ પંદરમી ગાથામાં જે વાત ગ્રંથકાર પરમર્ષિએ વર્ણવી છે, એ વાત ખૂબ જ શાંતચિત્તે વિચારવાની ઘણી જરૂર છે. આજે મોટાભાગના આરાધવર્ગને જે શંકા છે તે આજથી ૧૭૦૦ થી પણ અધિક વર્ષો પૂર્વે ગ્રંથકારશ્રીએ પ્રગટ કરીને તેનું સમાધાન અહીં કર્યું છે. ખૂબ જ સંક્ષેપથી આ ગાળામાં જે ભાવ વર્ણવ્યો છે-એ ભાવને ખૂબ જ વિસ્તારથી વર્ણવવાનું કાર્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ કર્યું છે. એટલે
એ મુજબ જ આ ગાથાના સારને આપણે સમજી લઈએ. ચૌદમી ગાથામાં જણાવ્યા મુજબ જે સૂત્રવિહિત ક્રિયાનો નાશ છે-તે અંતે તો તારક એવા તીર્થના ઉચ્છેદમાં જ પરિણમે છે, તેથી તે વક એટલે કે દુરંત દુઃખસ્વરૂપ ફળને જ આપવાવાળો બને છે.
“શુદ્ધ-શાસ્ત્રવિહિત જ ક્રિયાનો પક્ષપાત કરીએ તો તેવી શુદ્ધ ક્રિયાનો લાભ ન થવાથી અને અશુદ્ધ ક્રિયાનો સ્વીકાર નહિ કરવાથી સ્વાભાવિક જ આપમેળે ક્રિયા નહિ કરવાનો પરિણામ આવી પડે છે અને તેથી તીર્થનો ઉચ્છેદ તો થવાનો જ. પરંતુ જેમ-તેમ પણ અનુષ્ઠાનનું
૯૫ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org