________________
કેટલાક જીવો એવા છે કે જે એવા પ્રકારની કોઈ જ યોગ્યતા ધરાવતા નથી. એ અભવ્યના જીવો નિગોદમાંથી નીકળીને પણ અનંતકાળ સુધી સંસારમાં જ ભટકવાના છે. એમના દુઃખનો ક્યારે પણ અંત આવવાનો જ નથી. આ વાત આપણે એટલા માટે વિચારી રહ્યા છીએ કે આપણને આપણી પોતાની સદ્ભાગ્યતાનો ખ્યાલ આવે. આપણે નથી જાતિભવ્યો કે નથી આપણે અભવ્યો. આપણા શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવાનું સામર્થ્ય અને યોગ્યતા આપણામાં છે. આવી વિશિષ્ટ સ્થિતિનું ભાન થઈ જાય તો આ મનુષ્યભવને શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે કામે લગાડવાનું મન થઈ જાય. એવા મનનો પ્રાદુર્ભાવ થવાથી આત્માના વિકાસનો પ્રારંભ થાય છે. ત્યાં સુધી અનાદિકાળથી આપણે સૌ જે અવસ્થામાં હતા, એ આત્માની અવસ્થા પહેલા ગુણઠાણાની હતી. નામથી જ એ ગુણસ્થાનક છે. વસ્તુતઃ એ વખતે કોઈ ગુણની પ્રાપ્તિ આપણે કરી ન હતી.
અનંતજ્ઞાનીઓએ તેને ગુણહીન-ગુણસ્થાનક તરીકે વર્ણવ્યું છે. આ વખતે મિથ્યાત્વ અને અનન્તાનુબન્ધી ક્રોધાદિ ચાર કષાયો ખૂબ જ ઉત્કટકોટિના હોય છે. કાલાન્તરે અનેકાનેક દુઃખના અનુભવે કર્મની સ્થિતિમાં ખૂબ હાર થાય ત્યારે જીવને પોતાના અશુદ્ધ અને શુદ્ધ સ્વરૂપને સમજવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. બધા જ જીવોને કર્મની એ લઘુસ્થિતિ વખતે એવી યોગ્યતા મળી જ જાય-એવું બનતું નથી. જેને શાસ્ત્રકાર પરમર્ષિઓ ગ્રન્થિદેશે આવવા સ્વરૂપ અવસ્થા તરીકે વર્ણવે છે - એ આ કર્મની લઘુભૂત અવસ્થા અભવ્યો કે ભવ્યો
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org