Book Title: Yogavinshika Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 51
________________ અનન્તીવાર પામે છે; એ અવસ્થા દરમ્યાન સંયમની સાધના દ્વારા એ જીવો નવમા સૈવેયકના સુખને પણ મેળવી લે છે. પરંતુ અનન્તજ્ઞાનીઓ ફરમાવે છે કે એ વખતે તે જીવોને સંસારના તેવા પ્રકારના સુખને છોડીને બીજી કોઈ પણ વસ્તુનો સાચો ખ્યાલ જ હોતો નથી. માટે કહેવું પડે ને કે ગ્રન્થિદેશે આવવા માત્રથી સાધકને કોઈ લાભ નથી. - પુણ્યથી મળેલા સંસારના સુખ ઉપરનો તીવ્રરાગાત્મક પરિણામ અને પાપથી આવેલા દુઃખ ઉપરનો તીવ્ર ષાત્મક પરિણામ તેને ગ્રન્થિ કહેવાય છે. ઉપર જણાવ્યા મુજબ કર્મની લઘુતાને ગમે તે રીતે પામીને એ ગ્રન્થિદેશે આવ્યા પછી એ ગ્રન્થિ ઓળખવાનો પ્રયત્ન શરૂ થાય છે, ત્યારે આ પહેલું ગુણઠાણું ગુણસમ્પન્ન બને છે. સદ્ગુરુભગવન્તોના પરમતારક સાન્નિધ્યમાં અનાદિકાળના આપણા ભવરોગનું જ્યારે આપણને જ્ઞાન થાય છે ત્યારે જે આનંદનો અનુભવ થાય છે - તે અદ્ભુત છે. શરીરના વર્ષો જૂના રોગનું નિદાન થઈ જાય અને એને દૂર કરનારા ઔષધાદિનું જ્ઞાન થઈ જાય તો રોગીનો રોગ ન ગયો હોવા છતાં આનંદનો અનુભવ થાય ને ? એવી જ રીતે આપણે સ્વપ્નમાં પણ જેની ઇચ્છા કરી નથી એવા દુઃખનું મૂળ સંસારના સુખનો તીવ્ર રાગ અને દુઃખનો તીવ્ર દ્વેષ છે. એ અનાદિકાલીન પરિણામને ઓળખાવીને દુઃખથી સર્વથા વિમુક્ત બનવાનો ઉપાય આપણને જ્યારે આપણા સરુભગવન્તો જણાવે ત્યારે આનંદ થાય ને ? એ આનંદનો અનુભવ આત્માના શુદ્ધસ્વરૂપના અંશનો અનુભવ છે. અનાદિકાલીન એ પરિણામ ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130