________________
આ ગુણસ્થાનકે થાય છે.
પાંચમા ગુણસ્થાનકે સાધુધર્મની પરિભાવનાના પ્રભાવે કાલાન્તરે પ્રત્યાખ્યાનના ક્રોધાદિ ચાર કષાયની અસરમાંથી મુક્ત બની સંજવલનના કષાયના ક્ષયોપશમથી જીવને સર્વથા વિરતિનો પરિણામ પ્રગટે છે. તે અવસ્થાને સર્વવિરતિગુણસ્થાનક નામનું છઠું ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકે નિદ્રાદિ પ્રમાદનું અસ્તિત્વ હોવાથી આને પ્રમત્તગુણસ્થાનક પણ કહેવાય છે. સર્વવિરતિને ધરનારા સંયતિઓનું આ ગુણસ્થાનક પ્રમત્તસયત નામથી પણ વર્ણવાય છે. વધારેમાં વધારે ૮ વર્ષ ઓછાં એવાં એક કોડવર્ષ પૂર્વ સુધી આ ગુણસ્થાનકે જીવનું શુદ્ધસ્વરૂપ અંશતઃ અનુભવાય છે. પાંચ મહાવ્રતોનું વિશુદ્ધ પાલન, પાંચ સમિતિ, ત્રણ ગુમિની સમ્યમ્ આરાધના, પરિષહ- ' ઉપસર્ગમાં અવિચલિતપણું, નિરવદ્ય આહાર વસતિ શય્યાદિની આસેવના, પૂ.ગુર્નાદિકની પરમતારક નિશ્રામાં નિરંતર જ્ઞાનોપાસના અને એકમાત્ર નિર્વાણપદની નિરંતર પરિભાવના આ છઠ્ઠા ગુણસ્થાનકનાં પ્રગટ લક્ષણો છે. આ સંસારમાં જો પ્રયત્ન કરવાનું મન હોય તો તે પ્રયત્ન; માત્ર આ ગુણસ્થાનકે પહોંચવા માટે કરવો જોઈએ, એ સિવાયનો પ્રયત્ન વસ્તુતઃ પ્રયત્ન જ નથી. આ ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યા પછી પણ જેઓ આ ગુણસ્થાનકને ગુમાવી બેસે છે, એમના દુર્ભાગ્યની કોઈ સીમા નથી. આપણે તો અહીં સામાન્યથી જ ગુણસ્થાનનો પરિચય કરવો છે. આથી વધારે વાત અહીં કરવી નથી. સમગ્ર સાધુપણાનું યથાર્થસ્વરૂપ આ ગુણઠાણામાં સમાયેલું છે.
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org