Book Title: Yogavinshika Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 63
________________ રહેવો એ બીજું ગુણસ્થાનક છે અને રુચિ પણ નહીં અને અરુચિ પણ નહીં એ ત્રીજું ગુણસ્થાનક છે. પાપથી અંશતઃ વિરામ પામવાનો પરિણામ પાંચમું ગુણસ્થાનક છે. સર્વથા પાપથી વિરામ પામવાનો પરિણામ છઠું ગુણસ્થાનક છે. સર્વથા પ્રમાદનો અભાવ એ સાતમું ગુણસ્થાનક છે. મોહનીયર્મનો સર્વથા ક્ષય કે ઉપશમ કરવાનો પ્રારંભ એ આઠમું ગુણસ્થાનક છે. સંજવલનના કોધ માન અને માયાદિનો સર્વથા ક્ષય કે ઉપશમ કરવો એ નવમું ગુણસ્થાનક છે. સૂક્ષ્મ લોભનો સર્વથા ક્ષય કે ઉપશમ કરવો એ દશમું ગુણસ્થાનક છે. મોહનીયર્મની સર્વથા ઉપશાન્ત અવસ્થા એ અગિયારમું ગુણસ્થાનક છે. મોહનીયકર્મની સર્વથા ક્ષીણાવસ્થા એ બારમું ગુણસ્થાનક છે. ચાર ઘાતિકર્મના સર્વથા ક્ષયે શ્રી કેવલજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થવી એ તેરમું ગુણસ્થાનક છે. અને સર્વથા મનવચનકાયાની નિરોધ અવસ્થા એ ચૌમું ગુણસ્થાનક છે. આ રીતે પણ ટુંકાણમાં ગુણસ્થાનકનું સ્વરૂપ યાદ રાખી શકાય છે. - આ ચૌદ ગુણસ્થાનકોમાંથી પાંચમા ગુણસ્થાનકેથી જ યોગની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનસ્વરૂપ કે ક્રિયા સ્વરૂપ આ યોગની પ્રાપ્તિ માટે ચારિત્રમોહનીયકર્મનો તેવા પ્રકારનો ક્ષયોપશમ જરૂરી છે. એ ક્ષયોપશમ પાંચમા ગુણસ્થાનકની પૂર્વે પ્રગટ થતો ન હોવાથી પાંચમા ગુણસ્થાનકની પૂર્વે યોગનો સંભવ નથી. યોગબિન્દુ નામના ગ્રન્થમાં પણ ગ્રન્થકારપરમર્ષિએ અધ્યાત્માદિ યોગની પ્રાપ્તિ પાંચમા ગુણસ્થાનકે જ બતાવી છે. અધ્યાત્મ, ભાવના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130