________________
અર્થ અને કામની તેમ જ તેના સાધનની કથામાં એનો અર્થ સમજાય કે ના સમજાય તો પણ આનંદ આવે છે. અર્થ અને કામ માટે રાતદિવસ પ્રવૃત્તિ કરનારા જીવો પ્રત્યે આદર અને બહુમાન હોય છે, એમની પ્રવૃત્તિ ક્યારે પણ ખરાબ નથી જણાતી અને આવા વખતે શક્તિ અને સંયોગાનુસાર અર્થ અને કામ માટે એ જીવો પ્રવૃત્તિ પણ કરતા હોય છે. આવી સ્થિતિને જોયા પછી અને જાણ્યા પછી અર્થ અને કામની ઇચ્છાનો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જોવાથી ખ્યાલ આવશે કે ઈચ્છામાત્રનું સ્વરૂપ આવું જ છે. રાજકારણથી માંડીને રમતગમતના ક્ષેત્રમાં બધે આ જ સ્થિતિ છે. રાષ્ટ્રીયસ્તરના નેતા, ક્રિકેટર કે સંગીતકાર થવાની જેને ઇચ્છા છે, એવા લોકોને રાજકારણી, ક્રિકેટરો કે સંગીતકારોની કથામાં ચોક્કસ હર્ષ થાય છે. એવી વ્યક્તિઓ પ્રત્યે બહુમાનાદિ હોય છે તેમ જ શક્તિ-સંયોગાનુસાર એ માટે પ્રવૃત્તિ પણ હોય છે. આવી જ રીતે સ્થાનાદિ પાંચ યોગોની આપણને ઇચ્છા હોય તો સ્થાનાદિ યોગને આત્મસાત્ બનાવનારા યોગીઓની કથામાં આપણને આનંદ આવે ને ? સ્થાનાદિ યોગની વિધિપૂર્વક આરાધના કરનારા પ્રત્યે આપણને બહુમાનાદિ હોય ને ? અને અવસરે અવસરે ઉલ્લાસ શક્તિ અને સાધનાદિ અનુસારે સ્થાનાદિ યોગોની પ્રવૃત્તિ પણ આપણે કરીએ ને ? જેનામાં આવો આનંદ, આવું બહુમાન કે આવી પણ પ્રવૃત્તિ ન હોય એનામાં સ્થાનાદિયોગની ઇચ્છાનો યોગ ન હોય. આજે પૂજાથી માંડીને સર્વવિરતિધર્મ સુધીની આપણી પ્રવૃત્તિ જોઈએ તો તેમાં તે તે
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org