________________
અને વિશિષ્ટ કોટિના અનુકંપા વગેરેની પ્રત્યે વિશિષ્ટ યોગસ્વરૂપ ઈચ્છાદિ કારણ બને છે. કારણ કે વાસ્તવિક રીતે જોઈએ તો માત્ર સમ્યત્વ (દેશવિરતિ વગેરે નહિ)નો લાભ થયા પછી પણ વ્યવહારથી ઈચ્છાદિ યોગોની પ્રવૃત્તિથી જ અનુકંપાદિ ભાવોની પ્રાપ્તિ થાય છે. આથી જ ઉત્તરોત્તર વિશુદ્ધિના કારણે જ સમ્યત્વથી શમ સંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્તિક્યની પાછળના કમે પ્રાપ્તિ થાય છે. એટલે કે પહેલાં આસ્તિક્ય; પછી અનુકંપા, નિર્વેદ, સંવેગ અને અંતે શમની પ્રાપ્તિ થાય છે. સખ્યત્વની પ્રાપ્તિ થતાંની સાથે એકીસાથે આ પાંચેય ભાવોની પ્રાપ્તિ થતી નથી. શમ સંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય-આવો કમ તો રામની પ્રધાનતા વર્ણવવા માટે છે. આ બધી વાતો ગ્રંથકાર પરમર્ષિશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ સદ્દધર્મવિંશિકામાં વર્ણવી હતી, જે આપણા મંદભાગે આજે જોવા મળતી નથી. આવું તો કેટલુંય કૃત આજે નષ્ટ થયું છે- એ અંગે આપણે કશું જ કરી શકીએ એમ નથી. પણ આજે જેટલું શ્રુત ઉપલબ્ધ છે, એની રક્ષા માટે શક્તિસંપન્ન આત્માઓએ સહેજ પણ ઉપેક્ષા સેવવી ન જોઈએ. દા.
આ રીતે કારણ અને કાર્યના ભેદથી ઈચ્છાદિયોગોનું નિરૂપણ કર્યું. સ્થાનાદિ દરેક યોગમાં ઈચ્છાદિ ચાર ચાર ભેદનો સમાવેશ થતો હોવાથી કુલ યોગના એંશી ભેદો થાય છે. આ વસ્તુ જણાવવા સાથે સ્થાનાદિ સામાન્યયોગનું દૃષ્ટાંત સાથે નિરૂપણ કઈ રીતે થઈ શકે તે જણાવતાં ગ્રંથકારશ્રી નવમી ગાથામાં ફરમાવે છે કે
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org