________________
एवं ठियम्मि तत्ते नाएण उ जोयणा इमा पयडा । चिइवंदणेण नेया नवरं तत्तण्णुणा सम्मं ॥९॥
સામાન્યથી સ્થાનાદિ પાંચ પ્રકારના અને ઈચ્છાદિ પ્રભેદને આશ્રયીને એંશી પ્રકારના યોગનું સ્વરૂપ વ્યવસ્થિત થયે છતે તેની વિષયવાર વ્યવસ્થા, ચૈત્યવંદનના દૃષ્ટાંત વડે માત્ર તત્વના જ્ઞાતાએ આ પ્રમાણે પ્રગટ રીતે એટલે કે ક્રિયાના અભ્યાસવિશેષથી બીજા લોકો સમજી શકે તે રીતે જાણવી. આશય એ છે કે સ્થાનાદિ કે ઈચ્છાદિ યોગનું સામાન્યથી સ્વરૂપ જાણ્યા પછી તેનું સ્પષ્ટ રીતે ચોક્કસ સ્વરૂપ જાણવા માટે અહીં આગળ ચૈત્યવંદનનું દૃષ્ટાંત આપવામાં આવે છે. ચૈત્યવંદન સ્વરૂપ ક્રિયાના અભ્યાસવિશેષના દર્શનથી બીજા લોકો તેમાં સ્થાનાદિ કે ઈછાદિ યોગના તે તે સ્વરૂપને સ્પષ્ટ રીતે જાણી શકે છે. સ્થાન ઊર્ણ અર્થ આલંબન અને અનાલંબન આ પાંચ યોગોના દરેકની ઈચ્છા પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ- આ દરેક ભેદ ગણવાથી સ્થાનેચ્છા ઊચ્છા અર્થેચ્છા આલંબનેચ્છા અને અનાલંબનેચ્છા.... વગેરે વિશ ભેદ, યોગના થાય છે. એ દરેકના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ આ ચાર અનુષ્ઠાનના ભેદે કુલ એંશી ભેદ યોગના થાય છે. સ્થાનેચ્છપ્રીતિ ઊર્ટેચ્છપ્રીતિ અર્થેચ્છાપ્રીતિ આલંબનેચ્છાપ્રીતિ અનાલમ્બનેચ્છપ્રીતિ વગેરે એંશી ભેદ સહેલાઈથી સમજી શકાય છે.
ગ્રંથકાર પરમર્ષિ દસમી-અગિયારમી ગાથાથી ચૈત્યવંદનનું દૃષ્ટાંત વર્ણવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org