Book Title: Yogavinshika Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 84
________________ એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે અર્થ કે આલંબનાદિ યોગને પામતાં પહેલાં કેટલો પ્રયત્ન કરવાની જરૂર છે. આપણી આજ સુધીની અનંતી વારની ક્રિયાઓ યોગસ્વરૂપ કે યોગના કારણ સ્વરૂપ બની નથી-એ માન્યા વિના ચાલે એવું નથી. વર્તમાનની પણ આપણી કિયાઓ મોટાભાગની એવી છે-એ પણ એટલું જ સાચું છે. ચૈત્યવંદનાદિના પ્રસંગે તે તે સૂત્રો આજે આપણે બોલતી વખતે કેટલો અને કેવો ઉપયોગ રાખીએ છીએ-એનું વર્ણન થાય એવું નથી. વર્તમાનની આપણી આવી ક્રિયાઓમાં સ્થાન કે ઊર્ણયોગનાં દર્શન લગભગ થતાં નથી. એટલું જ નહિ, એનું અથાણું પણ આજે ક્યાંય દેખાતું નથી, એ કેટલું સારું છે-એ વિચારવાની જરૂર છે. દિવસમાં અનેક વાર કરાતી ચૈત્યવંદનાદિ ક્રિયાનાં તે તે સૂત્રો; ઉપર જણાવ્યા મુજબ ખૂબ જ ઉપયોગપૂર્વક શુદ્ધ અને સ્પષ્ટ બોલવાનો આગ્રહ હોવો જ જોઈએ-એનો ખ્યાલ સાધકોએ તો રાખવો જોઈએ ને ? એ માટે અભ્યાસદશામાં સૂત્રોનું પરિશુદ્ધ પરિજ્ઞાન મેળવવું જોઈએ. ગમે તે રીતે અનુપયોગથી સૂત્રો બોલવાથી કોઈ લાભ નથી. સૂત્રોનું અધ્યયન કરાવનારા પણ આજે આ તરફ જે ઉપેક્ષા કરી રહ્યા છે-એ તેમના કે બીજાના હિતમાં નથી. આથી સૂત્રની અવજ્ઞા થાય છે. એનું ફળ સારું નથી. અવજ્ઞાનું પાપ ખૂબ જ મોટું છે. એવા પાપનાં ભાજન બનવાથી આપણે દૂર રહીએ-એ દશમી ગાથાનો પરમસાર છે. આ પરિશુદ્ધ એવું ચૈત્યવંદનાદિ સૂત્રનું પરિજ્ઞાન; અર્થ અને આલંબનયોગવાળા આત્માને મોટેભાગે અવિપરીત એટલે કે-ઈષ્ટ એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130