________________
અનુષ્ઠાન; મનનો ઉપયોગ ન હોવાથી માત્ર કાયવાસિત અને વચનથી વાસિત છે. અર્થાત્ સંમૂચ્છિમછવોની કાયાની ચેષ્ટા અને વચનની ચેષ્ટા જેવું છે. તેથી જ તે અનનુષ્ઠાનસ્વરૂપ હોવાથી તેનું કોઈ જ ફળ નથી-એટલું જ નહિ, તેમનું તે ચૈત્યવંદનનું અનુષ્ઠાન મહામૃષાવાદ છે. કારણ કે “સ્થાન(ઊભા રહેવું), મૌન અને ધ્યાન વડે મારા આત્માનો હું ત્યાગ કરું છું.”. ઈત્યાદિ સ્વરૂપ પ્રતિજ્ઞાના સ્વીકારપૂર્વક ચૈત્યવંદનમાં કાઉસ્સગ્ન કરવાનો છે અને એમાં સ્થાનાદિનો ભંગ કરવાથી મૃષાવાદ સ્પષ્ટ છે, તેમ જ સ્વયં વિધિના વિપર્યયસ્વરૂપ અવિધિથી પ્રવૃત્તિ કરવાના કારણે એ પ્રવૃત્તિને જોઈને બીજાઓને એવું જ્ઞાન થાય છે કે- કાઉસ્સગ્ગ આ પ્રમાણે કરવાનો છે : એટલે બીજાઓને આવું જે મિથ્યાજ્ઞાન થાય છે તેમાં પોતે નિમિત્ત બનવાથી મહામૃષાવાદ છે. કારણ કે લોમાં કોઈ મૃષાવાદ કરે તો તેનાથી લોકો તેને ઉપાદેય માનતા નથી. જ્યારે લોકોત્તરમાર્ગમાં ઉપર જણાવ્યા મુજબ આવી મૃષાવાદની પ્રવૃત્તિથી લોકો તેને ઉપાદેય આદરણીય માને છે. આથી સ્પષ્ટ છે કે -અર્થયોગ અને આલંબનયોગથી રહિત આત્માઓનું ચૈત્યવંદનનું અનુષ્ઠાન સ્થાનાદિ યોગમાં પ્રયત્ન ન હોય તો વિપરીત ફળવાળું પણ છે. આથી જ અનુરૂપ-યોગ્ય જીવોને વિશે જ આ ચૈત્યવંદનાદિ સૂત્રોનો વિન્યાસ એટલે કે સૂત્રોનું પ્રદાન કરવું જોઈએ.
બારમી ગાથાનો ઉપર જણાવેલો ભાવાર્થ સમજાશે તો યોગમાર્ગની યોગ્યતાની ઉપાદેયતા પણ સમજી શકાશે. લૌકિક ગણાતા
૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org