________________
બની ધીમે ધીમે સર્વવિરતિધર્મની આરાધનાથી દૂરસુદૂર થતા હોય છે. ખૂબી તો એ છે કે એવા વખતે જીવને પોતાની એ સ્થિતિનું ભાન હોતું નથી. એટલું જ નહિ, કોઈ એવું ભાન કરાવે તો એ એને ગમતું પણ નથી. આવી સ્થિતિમાં ગમે તે રીતે પણ વિના અપવાદે મોક્ષની ઇચ્છાને આપણે જાળવી લેવી જોઈએ. એની રક્ષામાં બધા ગુણોની રહ્યા છે અને બધા દોષોનો વિનાશ છે. સાધક આત્માઓએ સંયોગોને અનુરૂપ સત્ત્વ કેળવી લેવું જોઈએ. સંયોગોને અનુરૂપ સાધનને શોધ્યા કરવાથી સાધન પરિપૂર્ણ બનતું નથી. વિદ્યમાન વસ્તુને આત્મસાધનાનું આલંબન બનાવવાથી અનુકૂળતાના અર્થીપણા ઉપર નિયંત્રણ રાખી શકાય છે, જેથી મોક્ષની ઇચ્છા નિરાબાધ રહે છે. આજે ધર્મી ગણાતા વર્ગમાં મોક્ષની ઇચ્છા કેવી પ્રબળ છે-એ કહી શકાય એવું નથી. આપણે આપણી જાત માટે દરરોજ એનો વિચાર કરતા થઈ જઈએ અને જેમ બને તેમ મોક્ષની ઇચ્છાને પ્રાપ્ત કરી લઈએ તોપણ આપણું શેષ જીવન સફળ બની જાય.
ઉપર જણાવ્યા મુજબ સંવેગસ્વરૂપ મોક્ષનો અભિલાષ પેદા થઈ જાય તો જીવને પ્રશમસ્વરૂપ પરિણામની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે કષાયના ઉદયને આધીન નહિ બનવા સ્વરૂપ તેની અનુકય અવસ્થાને પ્રશમસ્વરૂપ પરિણામ કહેવાય છે. ગ્રંથકાર પરમર્ષિએ પ્રશમનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે-ક્રોધની ખંજવાળ અને વિષયતૃષ્ણાનો જે અભાવ છે તેને પ્રશમ કહેવાય છે. વિષયની ઈચ્છા અને વિષયની તૃષ્ણામાં જેટલું અંતર છે, એટલું જ અંતર ક્રોધ અને તેની કંડૂ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org