________________
થાય છે. ધર્મ કરતી વખતે વિષયકષાયની પરિણતિનો ત્યાગ કરી ઉપશમ-અવસ્થા પ્રાપ્ત કરવામાં ન આવે તો આપણી ધર્મક્રિયાઓ પ્રવૃત્તિયોગ સ્વરૂપ બનતી નથી. તેથી કોઈ પણ ધર્મક્રિયામાં ઉપશમભાવ મેળવવાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. એ લક્ષ્યની સિદ્ધિ માટે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક જ પરિપૂર્ણ અનુષ્ઠાન કરવું જોઈએ. વર્તમાનમાં સાધક ગણાતા વર્ગમાં શાસ્ત્રોક્ત વિધિ અંગે ખૂબ જ ઉપેક્ષાભાવ જોવા મળે છે. વિધિની ઉપેક્ષાથી આપણું ધર્માનુષ્ઠાન પ્રવૃત્તિયોગસ્વરૂપ તો બનતું નથી જ, પરંતુ ઈચ્છાયોગમાં પણ તેનો સમાવેશ થઈ શક્તો નથી. સંસારની તે તે પ્રવૃત્તિમાં વિધિનો જે આગ્રહ છે એવો આગ્રહ શાસ્ત્રોક્ત વિધિ પ્રત્યે ભાગ્યે જ જોવા મળતો હોય છે. આવી સ્થિતિમાં ધર્મક્રિયામાં ઉલ્લાસ આવે-એ શક્ય નથી. તે તે ધર્મક્રિયાઓ પ્રત્યે તેના રહસ્યને સમજીને અત્યંત આદર કેળવ્યા વિના પ્રવૃત્તિયોગની પ્રાપ્તિ શક્ય નહીં બને. ઇચ્છાયોગ ઉત્કટ બને તો પ્રવૃત્તિયોગની અવસ્થાએ પહોંચવાનું ખૂબ જ સરળ બને. આ અવસ્થાએ પહોંચવાનું ન બને તો વસ્તુતઃ માનવું પડે કે ઇચ્છાયોગમાં જ ખામી છે. એક વખત સાચી ઇચ્છા પ્રગટ્યા પછી એને પૂર્ણ કરવાની તાલાવેલી જાગે છે. આવી તાલાવેલી જ પ્રવૃત્તિયોગને લઈ આવે છે. એ વખતે સાધકને પોતાના સામર્થ્યનો સંપૂર્ણ ઉપયોગ કરવાનું મન થાય છે. આને જ વીયતિશય કહેવાય છે. આ વિયતિશયથી શાસ્ત્રાનુસારે કોઈ પણ જાતની અંગની વિકલતા વિના કરાતાં સ્થાનાદિ પ્રવૃત્તિસ્વરૂપ યોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org