________________
ઓળખતી વખતે આત્માનો જે શુદ્ધ પરિણામ છે તેને શાસ્ત્રીય પરિભાષામાં શુદ્ધયથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. એ પરિણામને પામ્યા પછી રાગદ્વેષના તીવ્રપરિણામને દૂર કરવાનો જે પરિણામ છે તેને અપૂર્વકરણ કહેવાય છે, જે ગ્રન્થિભેદની અવસ્થા તરીકે વર્ણવાય છે. અપૂર્વકરણાત્મક આત્માના વજ જેવા કઠોર પરિણામથી જ્યારે મિથ્યાત્વનો પરિણામ ભેદાય છે ત્યારે અનિવૃત્તિકરણના કાળમાં જીવને ચોથા ગુણઠાણે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક સદ્ધર્મ પ્રત્યે રુચિ ન થવા દેવાનું કાર્ય પહેલા ગુણઠાણાનું છે. જ્યારે એ સધર્મ પ્રત્યે અપૂર્વ રુચિ પ્રગટ કરવાનું કાર્ય ચોથા ગુણઠાણાનું છે. આપણે અહીં પ્રસંગથી ગુણસ્થાનકને સંક્ષેપથી જ સમજી લેવાના છે. બહુ વિસ્તારથી સમજવા માટે સમય પણ વધારે જોઈએ. એટલો સમય અત્યારે નથી. એટલે વચ્ચેની ઘણી વાતો આપણે વિચારતા નથી. ચૌદ ગુણસ્થાનકનો ટૂંકમાં જ અહીં વિચાર કરવો છે. અનાદિકાળથી દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મ પ્રત્યે શ્રદ્ધાનો અભાવ પહેલા ગુણસ્થાનકે હોય છે. અને શ્રદ્ધા ચોથા ગુણસ્થાનકે હોય છે. મિથ્યાત્વ અને અનન્તાનુબંધી ચાર કષાયના વિપાકની અસર મિથ્યાત્વગુણસ્થાનકે છે. એ અસરથી રહિત ચોથું ગુણઠાણું છે. મિથ્યાત્વ નામના પહેલા ગુણસમ્પન્ન ગુણઠાણાનું ફળ ચોથું અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક છે. કારણ અને કાર્યમાં જેટલો ફરક છે, એટલો ફરક એ બે ગુણસ્થાનમાં છે. અનન્તજ્ઞાનીઓ ફરમાવે છે કે ચોથા ગુણસ્થાનકને પામવાની
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org