Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 53
________________ ભાવનાથી જ પ્રથમ ગુણસ્થાનકમાં ગુણસમ્પન્નતા હોય છે. અન્યથા એ ભાવનાશૂન્ય પ્રથમ ગુણસ્થાનકનામથી જ ગુણસ્થાનક છે. વસ્તુતઃ એ ગુણહીન છે, જેમાં આપણે અનન્તાનન્ત કાળ વિતાવ્યો છે. દુઃખની વાત તો એ છે કે – એનો આપણને સહેજ પણ રંજ નથી. શરીરના વર્ષોજૂના રોગનું નિદાન કરનારા ડૉકટરો આપણને દેવજેવા લાગે, તેમની વાતો પ્રત્યે રુચિ જાગે; તે ઉપાદેય લાગે અને તેનો અમલ તુરત જ શરૂ થઈ જાય. સંયોગવશ જે કરી શકીએ નહિ, તેનું ભારોભાર દુઃખ હોય ને ? એવું અનાદિકાલીન ભવરોગ અંગે બનવું જોઈએ ને? આ બધું પહેલા ગુણઠાણે આવી જાય ને ? ગુણસમ્પન્ન આ પહેલા ગુણઠાણાનું સ્વરૂપ યોગદૃષ્ટિસમુચ્ચયમાં ગ્રન્થકારપરમર્ષિએ ખૂબ જ વિસ્તારથી સમજાવ્યું છે. આઠ દૃષ્ટિના વિકાસમાંની ચાર દૃષ્ટિઓ તો પ્રથમ ગુણસ્થાનકે જ સમાય છે. એવા ગુણસમ્પન્ન ગુણસ્થાનકનો સ્પર્શ થઈ જાય તો આત્માને પરમાત્મા બનતા રોકવાનું સામર્થ્ય કોઇનામાં નથી. સાધક કોઈ કોઈ વાર માર્ગગમનમાં સ્કૂલના પામે, ચાલતાં અટકી જાય એ હજુ નભી જાય પરનુ લક્ષ્યથી વિમુખ બને-એ કેમ ચાલે ? વર્તમાનમાં આપણી શી દશા છે-એ વિચારીશું તો સમજાશે કે આપણું લક્ષ્ય જ હજુ નિશ્ચિત નથી. સિદ્ધ થવું છે?આ પ્રશ્નનો સાચો ઉત્તર આપવા જેવી આપણી સ્થિતિ નથી ને ? આવી સ્થિતિમાં યોગની સાધનામાં આનંદ કઈ રીતે આવે ? રોગની ચિકિત્સામાં દુઃખનો અનુભવ કરવા છતાં આનંદ કેમ થાય છે ? દુઃખ જવાની કલ્પનાના કારણે જ ને ? દુઃખ જવાની કલ્પના આટલી ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130