Book Title: Yogavinshika Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 46
________________ અનાલંબનયોગની પ્રાપ્તિ થાય છે. અનાલંબન યોગનો અર્થ એ નથી કે આલંબનશૂન્યયોગ. આલંબનની સૂક્ષ્મતાના કારણે આ યોગને અનાલંબન કહેવાય છે. શ્રી તીર્થંકર પરમાત્માના કેવલજ્ઞાન કેવલદર્શન વગેરે ગુણોના જ સ્વરૂપના પરિભાવનને અનાલંબન-નિરાલંબન યોગ તરીકે ગ્રંથકારપરમર્ષિએ વર્ણવ્યું છે. જેના અંતર્મુહર્ત પછી આત્માને શ્રી કેવલજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે, એ સામર્થ્યયોગમાં મુખ્યપણે પ્રાપ્ત થનારા આ યોગનું સ્વરૂપ આ જ ગ્રંથમાં ઓગણીસમી ગાથામાં થોડું વિસ્તારથી સમજાવ્યું છે. એની વિચારણા પ્રસંગે આ યોગને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. ભવોભવની સાધનાની પરાકાષ્ઠા સ્વરૂપ એ અવસ્થાને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય સાધકમાત્રનું હોય જ. એવા સાધકોની પફફતિમાં આપણું સ્થાન બની જાય - એ માટે આપણો આ પ્રયત્ન છે. આત્માને પરમાત્મા બનવું ન હોય તો આ યોગમાર્ગની જરૂર પણ શું છે ? સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને અનાલમ્બન, આ પાંચ પ્રકારના યોગમાં સ્થાન અને ઊર્ણ યોગ યિાયોગ છે; તેમ જ અર્થ આલંબન અને અનાલમ્બન યોગ સાક્ષા જ્ઞાનયોગસ્વરૂપ છે. સ્થાનયોગ સાક્ષાત્ ક્રિયાસ્વરૂપ છે અને ઊર્ણયોગ ઉચ્ચારણના અંશમાં ફિયાસ્વરૂપ છે - એ સ્પષ્ટ છે. આ રીતે જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ બે યોગમાં સ્થાનાદિ પાંચ પ્રકારના યોગનો સમાવેશ થાય છે. આ જ્ઞાન અને ક્રિયા યોગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130