________________
પ્રાપ્તિ જેને થાય છે તેનું વર્ણન કરતાં ગ્રંથકાર પરમર્ષિ ત્રીજી ગાથામાં
ફરમાવે છે કે .
-
देसे सव्वे य तहा नियमेणेसो चरित्तिणो होइ ।
इयरस्स बीयमित्तं इत्तुच्चिय केइ इच्छन्ति ॥३॥
સ્થાનાદિ પાંચ પ્રકારનો આ યોગ દેશથી કે સર્વથી ચારિત્રસમ્પન્ન આત્માઓને જ હોય છે, બીજાને નહીં. ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી સંબંધિત આ યોગ; એવા ક્ષયોપશમભાવને અંશથી પણ નહીં પામેલા પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધીના જીવોને કઇ રીતે હોય ? એવા ક્ષયોપશમભાવને અંશતઃ પણ પામ્યા વિના આ યોગની પ્રાપ્તિ થતી નથી. આઠ પ્રકારના કર્મમાં જે મોહનીયર્સ છે, તે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય આ બે ભેદથી બે પ્રકારનું છે. અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ આ ચારના ક્ષયોપશમથી અને મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમાદિથી જેમ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તેમ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંવલનના ક્રોધ માન માયા અને લોભના ક્ષયોપશમથી આત્માને ક્ષયોપશમભાવનું દેશથી કે સર્વથી ચારિત્ર પ્રાપ્ત થાય છે. આવા ચારિત્રની પ્રાપ્તિમાં જ યોગની પણ પ્રાપ્તિ થાય છે. કર્મ, એના ભેદપ્રભેદો, તેના ક્ષયોપશમાદિભાવો અને તેના યોગે પ્રાપ્ત થનારા જીવનાં ગુણસ્થાનકો... વગેરે શ્રી જૈનશાસન સિવાય અન્યત્ર ક્યાંય સાંભળવા પણ નહીં મળે. આવા લોકોત્તર શ્રી જિનશાસનના શ્રી વીતરાગપરમાત્માના સ્વરૂપનું જ્ઞાન; આત્માના જ્ઞાન વિના થઇ શકે નહીં અને આત્માનું જ્ઞાન; કર્માદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org