________________
નામના આશયના કાળમાં સાધનની પરિશુદ્ધિ ખૂબ જ સુંદર હોય છે. પૂજાદિ અનુષ્ઠાનો શ્રીવીતરાગપરમાત્માએ જે રીતે કરવામાં ફરમાવ્યાં છે - તે રીતે જ કરવાનો આગ્રહ 'પ્રણિધાન’ના કારણે રાખનારા લઘુક્ષ્મ આત્માઓ, પૂજાદિ અનુષ્ઠાન કરતી વખતે તેના દ્રવ્યાદિ ઉપાયની પરિશુદ્ધિને જાળવવાનું ખૂબ જ આવશ્યક માને છે. તેથી જ પૂજાદિ અનુષ્ઠાનોની પ્રવૃત્તિ વખતે તે તે ઉપાયના વિષયમાં શ્રીવીતરાગપરમાત્માએ જે વિધિ વર્ણવ્યો છે તેનો તેમને સતત
ખ્યાલ હોય છે. આ રીતે વિધિનો આગ્રહ, દ્રવ્યાદિની પરિશુદ્ધિ અને વિધિનો નિરંતર ઉપયોગ... વગેરેથી પૂજાદિઅનુષ્ઠાન કરતી વખતે; મુમુક્ષુજનોને જે આનંદનો અનુભવ થાય છે તે આનંદના જ પ્રભાવે તેમને “મારું આ અનુષ્ઠાન ક્યારે પૂરું થાય' - એવો વિચાર પણ આવતો નથી. અર્થ – કામનાં અનુષ્ઠાનોમાં ઓછા-વધતા પ્રમાણમાં આવી ઉત્સુક્તાના અભાવનો આપણે સૌએ અનુભવ કર્યો છે. એવો અનુભવ પૂજાદિ ધર્માનુષ્ઠાનોમાં કરવાની જરૂર છે. પ્રણિધાન નાશ પામવાના કારણે આપણી ધર્મપ્રવૃત્તિ કેવી બની છે અને કેવી બની રહી છે - એનો તમે વિચાર કરશો તો સમજાશે કે હવે આપણે શું કરવું જોઇએ. ગૃહસ્થપણાનાં કે પછી સાધુપણાનાં કોઈ પણ નાનાં કે મોટાં અનુષ્ઠાનોમાં આજે આ પ્રવૃત્તિ આશયની છાયા લુપ્ત થતી જાય છે - એનું દુઃખ પણ આજે મોટાભાગે ધર્મી ગણાતા વર્ગમાંથી નાશ પામી રહ્યું છે. ધર્મોપદેશકોએ આજે આનો વિચાર કરવાની જરૂર છે - એમ તમને નથી લાગતું ? માત્ર પ્રવૃત્તિ સામે નજર
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org