Book Title: Yogavinshika Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 27
________________ ટકાવવાનું કાર્ય કરતી હોય છે. આ ભાવનાને પેદા કર્યા વિના ધર્મ કરનારા અને કરાવનારાઓએ આજે ધર્મની જે સ્થિતિ કરી છે - એનું વર્ણન થાય એવું નથી. વિશ્વવન્ધ એવા લોકોત્તરધર્મની લોમાં મશ્કરી થતી હોય તો - એમાં પ્રતિકૂળતા ન વેઠવાની ભાવના અને અનુકૂળતા મેળવવાની પ્રબળ ઈચ્છા કારણ છે. પોતાના શરીરાદિને જ સાચવવાની વૃત્તિ; આ વિદ્ગો ઉપર આપણને જય મેળવવા દેતી નથી. એટલું જ નહિ, પરંતુ વિનજયની ઈચ્છાને પણ પ્રાપ્ત કરવા દેતી નથી. તિર્યંચગતિમાં અને નરકગતિમાં અથવા તો અદિના ઉપાર્જનાદિ માટે આ મનુષ્યગતિમાં પણ આ શીતતાપાદિ બાહ્યદુ:ખો પરવશપણાથી અથવા તો સમજીને આપણે વેઠતા જ આવ્યા છીએ. અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ શુદ્ધ ધર્મની આરાધના વખતે તિતીક્ષાપૂર્વક એ વેઠતા થઇ જઈએ તો આપણો વિસ્તાર થઈ જાય. દુઃખ વેઠવાની શક્તિ નથી એવું નથી. દુઃખ વેઠતા નથી એવું પણ નથી. માત્ર ધર્મ માટે દુ:ખ વેઠવાની ભાવનાની જરૂર છે. આ રીતે હીનવિબ પર વિજય મેળવ્યા પછી પણ સાધકને ભૂતકાળમાં બાંધેલા અશાતા વેદનીયર્મના ઉદયથી જ્યારે તાવ વગેરે વિપ્ન આવે ત્યારે તે શરીરના રોગાદિને ખૂબ જ સમતાપૂર્વક સહન કરી શાસ્ત્રમાં દર્શાવેલા-અપથ્યનું સેવન ન કરવું, પરિમિત આહાર લેવો વગેરે ઉપાયો દ્વારા રોગાદિ વિદ્ગોને દૂર કરી પોતાની સાધના ચાલુ રાખવી; અટકી ન પડે એનો સતત ઉપયોગ રાખવાનો જે પરિણામ છે તેને દ્વિતીય મધ્યમવિધ્વજય કહેવાય છે. શીત-તાપાદિ ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130