Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 39
________________ કરનારને તેનું કેટલું દુ:ખ હોય છે ? તે તે રમતોમાં, રમનારા માટે સ્થાનો નિયત છે ને ? એ સારી રીતે કરી શકાય એ માટે રમનારા કેટલી કસરત કરે છે, કેટલો પરિશ્રમ કરે છે - એનો તમને અનુભવ છે જ. દુનિયાના કોઇ પણ ક્ષેત્રમાં આ રીતે સ્થાનનો આગ્રહ રખાય છે, તો ધર્માનુષ્ઠાનમાં એ કેમ રખાતો નથી ? આજે સ્થાન નામના આ પ્રથમ યોગને ધર્માનુષ્ઠાનમાંથી લગભગ વિદાય આપવામાં આવી છે. પ્રતિક્રમણ ઊભા ઊભા જ કરવું જોઇએ એવો નિયમ નહીં ને ? દર્શન વંદન કે ચૈત્યવંદનાદિ કઇ રીતે થાય ? જેને જેમ ફાવે તેમ ને ? માંદગીમાં સૂતાં-સૂતાં ખાવાનું પણ જેને ફાવતું નથી, એવાને પ્રતિક્રમણ સૂતાં-સૂતાં કરવાનું ફાવે છે ને ? સૂતાં-સૂતાં ન કરે એની વાત નથી પણ એ ફાવે છે કે નહીં એની વાત છે. ઘરેથી ચાલીને આવનારા પણ પ્રતિક્રમણમાં ઊભા ન થાય ને ? ખિસ્સામાં હાથ રાખીને ફિલ્ડિંગ ભરનારો તમે જોયો છે ? પણ દર્શન કરનારા એવા મળે ને ? આજે કોઇ પણ ધર્માનુષ્ઠાનને રનારા તે તે લોકોની તે પ્રવૃત્તિ જોવાથી તમોને ખ્યાલ નહીં આવે કે એ ધર્માનુષ્ઠાનમાં કઇ રીતે ઊભા રહેવા વગેરેની પ્રવૃત્તિ છે. તમને સમજાય છે ને આપણો સ્થાન નામનો યોગ કેવો છે ? આજે સાધક ગણાતા વર્ગના પણ મોટાભાગને આ સ્થાનનો આગ્રહ નથી. સામાયિક-પ્રતિક્રમણાદિ કોઇ પણ ધર્મક્રિયાની શરૂઆત કરતાં પૂર્વે આરાધકોએ તેના સ્થાનને બરાબર જાણી લેવું જોઇએ અને એ મુજબ સારી રીતે રહી શકાય એ માટે શરીરને પણ કેળવી લેવું જોઇએ. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી અને સ્વયં આરાધેલી Jain Education International ૩૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130