Book Title: Yogavinshika Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 40
________________ તે તે ધર્મક્રિયાઓ ખરેખર જ જંડ નથી. એને જડ બનાવવાનું કાર્ય આપણે ક્યું છે. એને ચેતનવંતી બનાવવા આપણામાં ચૈતન્યનો સંચાર થવો જોઈએ. સાવ જ જડતાપૂર્વક કરાતી આપણી ધર્મક્ષિાઓ કોઈ પણ રીતે યોગસ્વરૂપ નથી. કારણ કે એમાં સ્થાન નામના યોગનું સ્થાન નથી. શતિ અનુસાર કરાતા કોઈ પણ ધર્માનુષ્ઠાનમાં સ્થાન જાળવવાનો જે પરિણામ છે તે વસ્તુતઃ પરમયોગીઓ પ્રત્યેનું બહુમાન છે. આપણને જેની પ્રત્યે બહુમાન હોય છે - તેની જેમ કરવાનું આપણને મન હોય છે. તેમ આપણે જે અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું છે, તે અનુષ્ઠાન આજ સુધી શ્રી તીર્થંકર પરમાત્માદિ મહામુનિઓએ જે રીતે કર્યું છે તેમ કરવાનું આપણને મન હોવું જોઈએ ને ? એ જ ન હોય તો શ્રી તીર્થંકર પરમાત્માદિ મહામુનિઓ પ્રત્યે આપણને બહુમાન નથી-એમ માનવું પડે ને ? નાના છોકરાઓ, પોતાની ખાવા-પીવા વગેરેની પ્રવૃત્તિ મોટાઓની પ્રવૃત્તિ જેવી કરવા માટે પ્રયત્નવાળા હોય છે. પણ આપણે આપણા ધર્માનુષ્ઠાનને યોગીઓના અનુષ્ઠાન જેવા બનાવવાનો પ્રયત્ન કરતા નથી – એ અનુષ્ઠાનના સ્થાન પ્રત્યેના આપણા અબહુમાનને જણાવે છે. અબહુમાન અનાદરભાવનું કારણ છે અને અનાદરજેવું દુનિયામાં એક પણ પાપ નથી. ઉસૂત્રભાષણનું પાપ પણ પરમયોગીજનોના અનાદરભાવથી જન્મે છે - એ ભૂલવા જેવું નથી. આ રીતે સકલશાસ્ત્રમાં પ્રસિદ્ધ સ્થાનાદિ પાંચમના સ્થાનયોગનું સ્વરૂપ સમજાવીને ઊર્ણ નામના બીજા યોગનું સ્વરૂપ વર્ણવતાં ગ્રંથકાર ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130