________________
ઉપરની આસ્થા જ્યારે દૂર થાય છે, ત્યારે દિગ્બોહનો ઉદય થાય છે. સાધકે ખરી રીતે તો દિગ્બોહનો ઉદય જ ન થાય એ માટે અનંતજ્ઞાનીઓના વિશુદ્ધજ્ઞાન ઉપરની આસ્થા મજબૂત બનાવવી જોઈએ. એ આસ્થા શ્રીવીતરાગ પરમાત્માના પરમતારક વચનના પરિશીલનથી જ મજબૂત બને છે. પરંતુ શાસ્ત્રની વાત વિચારવાની પણ ના પાડનારા આજે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાવર્ગમાં ઓછા નથી. આ દિમૂઢલોકોના પરિચયથી આપણે દિમૂઢ બની ના જઈએ એનો સતત ખ્યાલ રાખવાની જરૂર છે. કેટલાક પુણ્યાત્માઓને ભૂતકાળની વિશુદ્ધ આરાધનાના પ્રભાવે માર્ગાનુસારી પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. એના યોગે તેઓ આપણી દૃષ્ટિએ તદ્દન અપરિચિત એવા માર્ગે પણ ખૂબ જ સરળતાથી વિના વિન્ને ચાલતા હોય છે. પરંતુ એવી પ્રજ્ઞા આપણી પાસે ન હોય ત્યારે દિગ્મોહ થવાનો સંભવ ઘણો છે. આવા વખતે એને જીતવાનું આપણને મન ન થાય તો આપણી શી હાલત થાય - એની તો કલ્પના કરી શકો છો. આવી દશામાં સારું તો એ છે કે માર્થાનુસારી પ્રજ્ઞાસમ્પન્ન સદ્દગુરુના સતત પરિચયમાં રહેવું. એવા ભવનિતારક પરમતારક ગુરુભગવંતના સહવાસથી અને તેઓશ્રીના પરમતારક વચનશ્રવણથી મિથ્યાત્વને દૂર કરનારી ભાવનાઓથી આત્માને ભાવિત બનાવવો. પરંતુ આ બધું જેટલું ધારીએ છીએ એટલું સહેલું નથી. આ કાળમાં માર્ગાનુસારી પ્રજ્ઞાસમ્પન્ન સદગુરુભગવન્તનો સમાગમ થવો, એ સમાગમ ગમવો અને જીવનની અંતિમક્ષણ સુધી એને વળગી રહેવું -
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org