________________
વિનિયોગ :
આ રીતે પ્રણિધાનાદિ ચાર આશય પછી પ્રાપ્ત કરવા યોગ્ય પાંચમા વિનિયોગ નામના આશયનું વર્ણન કરતાં શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે -પોતાને પ્રાપ્ત થયેલા એ અહિંસાદિ કે સામાયિકાદિ ધર્માનુષ્ઠાનની શાસ્ત્રાનુસારી તે તે ઉપાયો દ્વારા બીજાને પણ પ્રાપ્તિ કરાવવાનો જે પરિણામ છે, તેને વિનિયોગ કહેવાય છે. કોઇ પણ ગુણ બીજાને પ્રામ કરાવતાં પહેલાં એ ગુણની સિદ્ધિ આપણને થવી જ જોઇએ અને એ ગુણને પ્રાપ્ત કરાવવા માટે શાસ્ત્રાનુસારી જ ઉપાયોનું અનુસરણ કરવું જોઇએ - આ બે વાતો અહીં ખૂબ જ મહત્ત્વની છે. શાસ્ત્રકાર પરમર્ષિ, અનુષ્ઠાનની સિદ્ધિના અભાવમાં અને શાસ્ત્રવિહિત ઉપાયોથી અતિરિક્ત ઉપાયો દ્વારા કરાતા વિનિયોગને વિનિયોગ તરીકે વર્ણવતા નથી. જે ધર્માનુષ્ઠાનની સિદ્ધિ ન થઇ હોય તે ધર્માનુષ્ઠાન આપણે બીજાને કઇ રીતે પ્રાપ્ત કરાવી શકીશું ? સ્વયં દરિદ્ર, બીજાને કઇ રીતે સમ્પત્તિમાન કરે ? વર્તમાનમાં વિનિયોગ લગભગ સિદ્ધિના અભાવનો છે. સાધકને સિદ્ધિ મળ્યા પછી પણ વિનિયોગની ઉતાવળ નથી હોતી. સિદ્ધિની પ્રાપ્તિ કરવા પૂર્વે સાધકે જે જે અવસ્થાઓને દૂર કરવા પ્રયત્ન કર્યો છે એનો એને ખૂબ જ સ્પષ્ટપણે ખ્યાલ હોવાથી એ અવસ્થાઓને દૂર કરવાની યોગ્યતા બીજામાં છે કે નહીં - તે જોવા માટેની ધીરતા સાધકમાં હોય છે. સારી વસ્તુ છે માટે ગમે તેને આપી દેવી ? આવી ઉતાવળ, ધર્મ કરાવનાર અને કરનાર
બંન્નેના હિતમાં નથી. આજે મોટાભાગની વિનિયોગની પ્રવૃત્તિ આવી
૩૩
For Private & Personal Use Only
-
Jain Education International
-
*www.jainelibrary.org