________________ ગમે તેવી શારીરિક અસ્વસ્થતામાં આપણી દરરોજની પ્રવૃત્તિ ચાલુ રહે અને પૂજા-સામાયિક પ્રતિક્રમણાદિની પ્રવૃત્તિ બંધ થઈ જાય - એ મધ્યમવિદનજયસ્વરૂપ આશયના અભાવને જણાવે છે. મધ્યમવિધ્વજયના આશયને પામવા માટે દરરોજ દુ:ખ વેઠવાનો અભ્યાસ પાડવો જોઈએ. શરીર ઉપરનું મમત્વ ઘટે અથવા એ ઘટાડવાનું મન થાય તો જ આ વિદ્ધને જીતી શકાશે. શરીર અનુકૂળ હોય તો મુમુક્ષુઓને સાધનામાં ખરેખર જ ઘણી અનુકૂળતા રહે છે. પરંતુ એવી અપેક્ષા મુમુક્ષુજનો રાખી ન શકે. ભૂતકાળમાં આપણે કેવા કર્મ બાંધ્યાં છે - એ આપણને ખબર નથી. એ કર્મના ઉદયે જ્યારે રોગાદિ વિઘ્નો આવે ત્યારે સાધનામાર્ગ બંધ ન થાય - એ માટે શરીરને અત્યારથી જ કેળવી લેવું જોઈએ. એ માટે દરરોજ વિચારવું જોઈએ કે આ રોગાદિ મારા શરીરના જ બાધક છે; મારા જ્ઞાન દર્શન કે ચારિત્રના સ્વરૂપને થોડી પણ બાધા પહોંચાડનારા નથી. જો સમતાપૂર્વક એ ભાવનાથી ભાવિત બનીને સારી રીતે રોગાદિ પરીષહોને સહન કરીએ તો આત્માનું એ સ્વરૂપે પ્રગટ થઈ જાય. આ બધું લખવાનું કે બોલવાનું સરળ છે. પરંતુ એવા પ્રસંગે આ વિઘ્નો ઉપર વિજય મેળવવાનું સરળ નથી. શરીર અને આત્માનો ભેદ સમજાય અને શરીર ઉપરનો રાગ દૂર કરવાની ભાવના જન્મે તો મધ્યમવિધ્વજય સરળ બને. આ રીતે હીન અને મધ્યમ વિધ્વજય નામના ત્રીજા આશયના બન્ને ભેદ-પ્રકારને પામ્યા પછી એના દિમોહવિષ્મજયસ્વરૂપ ત્રીજા 26 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org