________________
બાહ્મવિદ્ગોની અપેક્ષાએ શરીરમાં ઉત્પન્ન થયેલા અત્યંતર રોગાદિ સ્વરૂપ વિદ્ગોને જીતવાનું ખરેખર જ કપરું કામ છે. આવી સ્થિતિમાં; આરાધના ચાલુ રાખવાની પ્રબળ ઈચ્છા હોવા છતાં તે ચાલુ રાખવા સાધક આત્માને ખૂબ જ ઉત્કટ સત્ત્વને પ્રગટાવવું પડે છે. શરીરમાં રોગાદિ નહીં જ આવે - એવું માની લેવાની જરૂર નથી. અશાતાના તીવ્ર ઉદયમાં ગમે તે સાધકને એનો સંભવ તો છે જ. એ વખતે જો આવું સત્ત્વ ન હોય તો સાધકની સાધના અટકી પડે, મંદ પડે અથવા તો ખંડિત બને - એ બનવાજોગ છે. તેથી મુમુક્ષુઓને મધ્યમવિઘ્નસ્વરૂપ એ રોગાદિને આધીન બની સાધનામાં વિચલિત બનવાનું પાલવે નહીં. આવાં વિદનો આવે ત્યારે એને સહન કરી સાધનાના માર્ગે અવિરતપણે પ્રયાણ ચાલુ રાખવું - એ સહેલું નથી; પરંતુ એ વિના મુમુક્ષુ આત્માઓ માટે બીજો ઉપાય પણ નથી. રોગાદિ વિનો આવવાનો પૂરતો સંભવ હોય ત્યારે સામાન્ય રોગાદિ અવસ્થાથી જ એને સહન કરવાનો અભ્યાસ પાડવો જોઈએ. બાલ્યાવસ્થામાં જે રોગાદિ વખતે સહનશીલતા કેળવાઈ ન હતી; એ સહનશીલતા મોટા થયા પછી થોડી પણ સમજણના પ્રભાવે કેળવાય છે - એનો આપણને સૌને અનુભવ છે. દુઃખનો પ્રતીકાર ન કરીએ અને તેને વેઠવાની ટેવ પડે તો સહનશીલતા વધે છે. આવી સહનશીલતા જીવનની દરરોજની પ્રવૃત્તિમાં આપણે મેળવી લીધી છે ને ? તાવ વગેરે આવે તો સૌ પ્રથમ કઈ પ્રવૃત્તિ બંધ પડે ? દવા લઈને પણ માંદો માંદો દુકાને જાય કે પૂજાદિ અનુષ્ઠાનો કરે ?
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org