________________
સ્કૂલે, બેંકમાં અને બહારગામ જવા માટે ગાડી પડવા તે તે સમયે જનારા; પૂજા-પ્રતિક્રમણ કે સામાયિક આદિ ગરમી કે ઠંડીમાં તે તે સમયે ન કરે ને ? કદાચ કરે તો હસતા મુખે કરે ને ? તે તે ક્રિયા વખતે તેને ગરમી કે ઠંડીથી અકળામણ ન થાય ને ? અર્થકામની પ્રાપ્તિ માટે શીત-તાપાદિ સહન કરનારા ધર્મની પ્રવૃત્તિ માટે તે સહન કરતા નથી - એમાં આ પ્રથમ-વિઘ્નજય નામના આશયનો અભાવ કારણ છે. રમત-ગમતના ક્ષેત્રે કે સંગીતાદિના ક્ષેત્રે તેમાં જેમને રસ છે એવા લોકો શીત - તાપાદિ કેવી રીતે સહન કરે છે - એનો તમને ખૂબ જ સારી રીતે અનુભવ છે. ગમે તેવા તડકામાં કે ઠંડીમાં મેચ જોવાની ફાવે પણ પૂજા-વ્યાખ્યાનશ્રવણાદિ ન ફાવે ને ?.... આ બધું ખૂબ જ સારી રીતે વિચારશો તો સમજાશે કે આપણે બધા ધર્મ કેટલો અને કેવો કરીએ છીએ ? હીન વિઘ્નજય નામના આ આશયને પામ્યા વિના પ્રણિધાન અને પ્રવૃત્તિ કાર્યસાધક નહીં બને. યોગમાર્ગના આરાધકોને વિઘ્નને જીતવાનું ખૂબ જ જરૂરી છે. પ્રણિધાન અને પ્રવૃત્તિની સાર્થકતા આ વિઘ્નજયના કારણે છે - એનો જેને ખ્યાલ છે, એવા લોકો જ શીત-તાપાદિ બાહ્ય (શરીર કે મનમાં ન થયેલાં) વિઘ્નોને કોઇ પણ જાતની દ્દીનતા વિના એટલે કે તિતીક્ષાપૂર્વક સહન કરીને પોતાની સાધના અવિરતપણે ચાલુ રાખી શકે છે. અનુકૂળતાના અર્થીઓથી એ બનવાનું નથી. અનુકૂળતામાં ધર્મપ્રવૃત્તિ સારી થાય એ બને પણ અનુકૂળતાની અર્થિતા-ઇચ્છામાં એ નહીં બને. વાસ્તવિકતા તો એ છે કે પ્રતિકૂળતા વેઠવાની ભાવના જ ધર્મપ્રવૃત્તિને
Jain Education International
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org